વટવૃક્ષની થીમ પર બનતું દેશનું સૌથી અનોખું વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ અંતિમ તબક્કામાં, પ્લેટફોર્મ નંબર 7 સાથે સીધું જોડાણ

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પંડ્યા બ્રિજ પાસે પ્લેટફોર્મ નંબર 7 ઉપર આકાર લઈ રહ્યું છે. વટવૃક્ષની ડિઝાઇન, નેચરલ લાઇટિંગ અને વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતા આ સ્ટેશનનું કામ ક્યાં પહોંચ્યું?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 04 Aug 2026 04:36 PM (IST)Updated: Tue, 04 Aug 2026 04:39 PM (IST)
construction-of-vadodaras-unique-bullet-train-station-designed-around-a-banyan-tree-themeis-in-its-final-stages

Vadodara Bullet Train Station: દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે વડોદરા નગરીમાં તૈયાર થઈ રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હવે આકાર લઈ ચૂક્યું છે. પંડ્યા બ્રિજ નજીક અને ભારતીય રેલવેના હાલના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બિલકુલ ઉપર આ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કન્સેપ્ટ પાછળનો મુખ્ય હેતુ મુસાફરોને એક જ જગ્યાએથી સીમલેસ ઇન્ટરચેન્જની સુવિધા આપવાનો છે.

પ્લેટફોર્મ નંબર 7 પર મલ્ટીમોડલ કનેક્ટિવિટીનો અદ્ભુત સમન્વય

બુલેટ ટ્રેન અને સામાન્ય ટ્રેન વચ્ચે મુસાફરી કરનારા લોકોએ હવે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે અંદર-બહાર થવાની જરૂર નહીં પડે. બુલેટ ટ્રેન સ્ટેશનને પ્લેટફોર્મ નંબર 7 સાથે સીધું સાંકળી લેવાયું છે.

આ ઉપરાંત, આ સ્થળ પશ્ચિમ રેલવે મુખ્ય સ્ટેશન, સિટી બસ સ્ટેન્ડ અને આંતરરાજ્ય બસ ડેપો (GSCTC)ની ખૂબ જ નજીક હોવાથી મુસાફરોને ઓટો, બસ કે ટેક્સી બદલવામાં અત્યંત સરળતા રહેશે.

naidunia_image

સંસ્કારી નગરીની ઓળખ 'વટવૃક્ષ' આધારિત ડિઝાઇન

વડોદરા શહેરની ઐતિહાસિક ઓળખ 'વડ' (વટવૃક્ષ) સાથે જોડાયેલી છે. સ્ટેશનના આર્કિટેક્ચરમાં આ જ પરંપરાને આધુનિકતા સાથે વણી લેવાઈ છે.

વડના પાંદડા અને આકૃતિ: સ્ટેશનની બાહ્ય ડિઝાઇન અને છત વડના વૃક્ષ અને તેના પાંદડાઓની પેટર્નથી પ્રેરિત છે.

કુદરતી પ્રકાશ: સ્ટેશનની અંદરનું આયોજન એ રીતે કરાયું છે કે દિવસ દરમિયાન વિપુલ પ્રમાણમાં કુદરતી સૂર્યપ્રકાશ રહે, જેથી વીજળીની બચત થાય અને મુસાફરોને આકાશનું સુંદર દ્રશ્ય પણ મળે.

naidunia_image

naidunia_image

વિશ્વસ્તરીય અને આધુનિક સુવિધાઓ

એરપોર્ટ જેવો અનુભવ કરાવતા આ સ્ટેશનમાં મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત-

બેબી કેર રૂમ: નાના બાળકો સાથે મુસાફરી કરતી માતાઓ માટે ખાસ એકાંત અને સ્વચ્છ રૂમ.

વેઇટિંગ રૂમ અને એસી લોન્જ: આરામદાયક વેઇટિંગ એરિયા.

રિટેલ આઉટલેટ્સ અને ફૂડ કોર્ટ: બ્રાન્ડેડ સ્ટોર્સ, કૅફે અને રેસ્ટોરન્ટ્સ.

પાર્કિંગ વ્યવસ્થા: કાર, ઓટો અને બસો માટે અલગ-અલગ પાર્કિંગ ઝોન સાથે 'પિક-અપ અને ડ્રોપ-ઓફ' માટે ખાસ લેન.

naidunia_image

સ્ટેશનની હાલની કામગીરી

સ્ટેશનનું નિર્માણ કાર્ય અત્યારે ઝડપી તબક્કામાં છે-

સ્લેબ કાસ્ટિંગ: સ્ટેશનના કોનકોર્સ (Concourse), ટ્રેક અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.

સ્ટીલ ઇરેક્શન: હાલમાં સ્ટેશનના મુખ્ય માળખાના સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વડોદરાનું આ બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર પરિવહનનું માધ્યમ નહીં પરંતુ સ્પીડ, આધુનિકતા અને શહેરની સંસ્કૃતિનો શ્રેષ્ઠ સંગમ સાબિત થશે.

naidunia_image