Vadodara: કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ગંભીરા બ્રિજ નિર્માણની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું

મંત્રીએ સવારે કોઈ પૂર્વ સૂચના વિના ગંભીરા બ્રિજના સ્થળે પહોંચીને અધિકારીઓ અને ઈજનેરો સાથે ચર્ચા કરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 25 Oct 2025 09:53 AM (IST)Updated: Sat, 25 Oct 2025 09:53 AM (IST)
cabinet-minister-raman-solanki-inspected-the-construction-work-of-gambhira-bridge-on-site

Gambhira Bridge: રાજ્યના કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી એ ગંભીરા નદી પર ચાલી રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તાજેતરમાં બનેલી દુર્ઘટનાને પગલે આ વિસ્તાર ચર્ચામાં રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખી મંત્રીએ પ્રોજેક્ટની પ્રગતિ, સલામતી અને ક્વોલિટી કંટ્રોલ અંગે જાતે જ માહિતી મેળવી હતી.

naidunia_image

ગંભીરા બ્રિજની મુલાકાત લીધી

મંત્રીએ સવારે કોઈ પૂર્વ સૂચના વિના ગંભીરા બ્રિજના સ્થળે પહોંચીને અધિકારીઓ અને ઈજનેરો સાથે ચર્ચા કરી હતી. તેમણે નિર્માણ કાર્યની પ્રગતિ અંગે વિગતવાર રિપોર્ટ મેળવ્યો હતો અને સમગ્ર કામગીરીમાં વધુ ઝડપ લાવવા તેમજ ગુણવત્તા જાળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, “બ્રિજનો આ પ્રોજેક્ટ લોકોની સુવિધા માટે અત્યંત મહત્વનો છે, તેથી સમયમર્યાદા અને ક્વોલિટી બંને બાબતોમાં કોઈ સમાધાન ચાલશે નહીં.”

naidunia_image

કામનુ નિરીક્ષણ કરવામાં આવ્યું

રમણભાઈ સોલંકીએ સ્થળની 1 કિમી વિસ્તાર સુધી પગપાળા મુલાકાત લીધી હતી અને સ્વયં આંખે વિવિધ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર કોન્ટ્રાક્ટર અને વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ સલામતીના ધોરણોનું કડક પાલન કરવા કહ્યું હતું.

naidunia_image

જાણો મંત્રીએ શું કહ્યું?

મંત્રીએ નિર્માણ ક્ષેત્રે ટેકનિકલ સુધારા, મજબૂત મટીરીયલનો ઉપયોગ અને વરસાદી સીઝનમાં સલામતી માટે પૂર્વ તૈયારી જેવી બાબતોની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા પ્રોજેક્ટોને સમયસર પૂર્ણ કરવાનો છે અને લોકો માટે વિશ્વસનીય માળખાં ઉભા કરવાના છે.

naidunia_image

આ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો અને પ્રતિનિધિઓએ પણ મંત્રીએ સાથે ચર્ચા કરી હતી. ગંભીરા બ્રિજના ઝડપી પૂર્ણ થવાથી વિસ્તારના વાહનવ્યવહાર અને આર્થિક પ્રવૃત્તિમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

naidunia_image