Baroda Dairy Election: પ્રમુખ પદે દીનુ મામા, ઉપપ્રમુખ પણ રિપીટ થયા, 1450 કરોડના વહીવટનો સુકાન સંભાળશે

ચૂંટણી પ્રક્રિયા પહેલા જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બરોડા ડેરીના 10 ડિરેક્ટરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 04 Aug 2026 10:29 AM (IST)Updated: Tue, 04 Aug 2026 11:35 AM (IST)
baroda-dairy-election-2026-chairman-vice-chairman-bjp-mandate-vadodara-politics
Baroda Dairy

Baroda Dairy Election 2026: વડોદરાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં લાંબા સમયથી જેની પ્રતિક્ષા કરવામાં આવતી હતી, તે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની મહત્વપૂર્ણ ચૂંટણી આજે 4 ઓગસ્ટે યોજાઈ છે. આ ચૂંટણી માત્ર ડેરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વડોદરા જિલ્લાના રાજકીય વર્ચસ્વનો પણ જંગ માનવામાં આવે છે. બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દીનુ મામા) અને ઉપપ્રમુખ બન્યા જી બી સોલંકી ચૂંટાયા છે.

પ્રમુખ પદે દીનુ મામા રિપીટ થયા

આજે સવારે 11 કલાકે ડેરીના બોર્ડરૂમમાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને સમગ્ર પ્રક્રિયાનું સંચાલન થયું. જેમાં બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દીનુ મામા) અને ઉપપ્રમુખ બન્યા જી બી સોલંકી ચૂંટાયા છે. આમ ભાજપે પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખન રિપીટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીનું વાર્ષિક આર્થિક કદ અંદાજે રૂપિયા 1450 કરોડ જેટલું વિશાળ છે, જેના કારણે આ ચૂંટણી પણ સૌની નજર હતી.

ભાજપ મેન્ડેટ અને નવા ચહેરાઓની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના મોવડી મંડળ દ્વારા અગાઉ આ પદ માટે તમામ પક્ષના અભિપ્રાય લેવામાં આવ્યા છે. ડેરી પર ભાજપનું વર્ચસ્વ હોવાથી પક્ષે આપેલા મેન્ડેટ (આદેશ) સૌથી નિર્ણાયક સાબિત થશે. એવી પ્રબળ શક્યતા છે કે પક્ષ સંગઠન આ વખતે કોઈ મોટો ફેરફાર કરી શકે છે અને જૂના નેતાઓને બદલે નવા ચહેરાઓને સુકાન સોંપી શકે છે.

10 ડિરેક્ટરોને નોટિસથી ચૂંટણી પૂર્વે ગરમાવો

ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ડેરીમાં મોટો વહીવટી અને રાજકીય ભૂકંપ આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ડેરીના કુલ 13 ડિરેક્ટરો પૈકી 10 ડિરેક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટીસને પગલે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે ડિરેક્ટરો પક્ષના આદેશને શિરોમાન્ય રાખશે?, શું અસંતોષને કારણે બોર્ડમાં ચૂંટણી જંગ ખેલાશે? જૂના હોદ્દેદારો પોતાની સત્તા ટકાવી શકશે કે નવા સમીકરણો રચાય છે?

બરોડા ડેરીમાં મચેલી આ ઉથલપાથલને કારણે વડોદરાના સહકારી જગતમાં ભારે ઉત્તેજના અને ચર્ચા જોવા મળી રહી છે. આજના બોર્ડની બેઠક બાદ જ સ્પષ્ટ થશે કે ડેરીના ભવિષ્યના સુકાની કોણ હશે.