Vadodara News: શારદીય નવરાત્રીના નોમના નોરતે વડોદરાના ગરબા મેદાનમાં અદભુત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુભાનપુરામાં સમતા ગ્રાઉન્ડ ખાતે આયોજિત મા શક્તિ ગરબા મેદાનના 45 લાખના 100 ડ્રોનની મદદથી છેલ્લા નોરતાની રાત્રે આકાશમાં અદભુત ડ્રોન શો કરવામાં આવ્યો હતો.
નવરાત્રિના અંતિમ દિવસે પણ વડોદરાના ખેલૈયાઓનો જોશ હાય જોવા મળી હતી. એવામાં ગરબા આયોજકો દ્વારા પણ ખેલૈયાઓ માટે સુવિધા તો કરવામાં આવી જ છે પરંતુ સાથો સાથ અદભુત આકર્ષણ જમાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સુભાનપુરા વિસ્તારમાં સમતા ગ્રાઉન્ડ ખાતે આયોજિત મા શક્તિ ગરબાના આયોજકો દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે નવરાત્રીના નવમા નોરતે મા શક્તિ ગરબા મેદાન ખાતે આકાશમાં 100 જેટલા ડ્રોનથી ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. જેને 40,000થી પણ વધુ લોકો દ્વારા ગરબા મેદાનમાં નિહાળ્યો હતો. આ અદ્દભુત ડ્રોન શોમાં માતાજીની અને ભગવાન ગણપતિની પ્રતિકૃતિ પ્રથમ દર્શાવવામાં આવી હતી. ત્યાર બાદ આઈ લવ બરોડા અને છેલ્લે રાષ્ટ્રધ્વજ પણ આકાશમાં લહેરાતો જોવા મળતા લોકો પોતાની જગ્યાએ ઊભા થઈને રાષ્ટ્રગીત પણ ગાયું હતું.
