Tapi News: સોનગઢમાં બાઇક પર જતા યુવક પર દીપડાનો હુમલો, ગ્રામજનોમાં ભય, વન વિભાગે બે પાંજરા ગોઠવ્યા

ઘટનાની જાણ થતા સોનગઢ અને વ્યારા નવ વિભાગના સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી. અને નજીકના બે વિસ્તારમાં દીપડાને ઝબ્બે કરવા બે પાંજરા મુક્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 13 May 2025 02:11 PM (IST)Updated: Tue, 13 May 2025 02:11 PM (IST)
tapi-news-leopard-attacks-young-man-on-bike-in-songadh

Tapi News: તાપી જિલ્લાના સોનગઢમાં દીપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે. સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક સવાર યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં બાઇકમાં પાછળ યુવકને પગના ભાગે ઇજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ દીપડો ભાગી ગયો હતો. બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે નવું ફળિયામાં રહેતા જીગ્નેશ સોમાભાઈ ગામીત (ઉ.વ.૩૫) ખેતી કામ સાથે ટીવી એન્ટેના ડીસ ફિટિંગનું પણ કામ કરે છે.રવિવારે સાંજે નજીકમાં આવેલા સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ડીશ ફિટિંગનું કામ પતાવી ગામમાં રહેતા મિત્ર અમિત ગામીત સાથે બાઈક પર તેઓ નાની ચીખલી આવવા નીકળ્યા હતા.તે વખતે ખડકા ચીખલી ગામની સીમમાં પટેલ ફળીયા પાસે ઝાડી ઝાંખરા માંથી દીપડો દોડી આવ્યો હતો. અને બાઈક પર પાછળ બેસેલા જીગ્નેશ ગામીત પર હુમલો કરી દેતા જમણા પગે પંજાના ભાગે નાખોરાં મારી દીપડાએ ગંભીર ઇજા પહોંચાડી હતી અને દીપડો ફરી નજીકના વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત થતા જીગ્નેશ ગામીતે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

ઘટનાની જાણ થતા સોનગઢ અને વ્યારા નવ વિભાગના સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી. અને નજીકના બે વિસ્તારમાં દીપડાને ઝબ્બે કરવા બે પાંજરા મુક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ માસ દરમિયાન દીપડાને નજીકના વિસ્તારમાં ત્રણ લોકો પર હુમલા કર્યા છે. જેમાં પ્રથમ નાની ચીખલી ગામના શખ્સ પર, ત્યાર બાદ ગત ગુરુવારે વાઘઝરી ગામે વ્યારાના કાનપુરા વિસ્તારના ખટાર વિસ્તારના આઘેડ પર અને રવિવારે ખડકા ચીખલીમાં ફરી નાની ચીખલી ગામના યુવક પર હુમલો કર્યો હોય, દીપડાની મોજુદગી ને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે.