Gujarat Rain: આજે વહેલી સવારથી તાપીમાં ધોધમાર વરસાદ, ઉચ્છલમાં બે ઈંચ જ્યારે કુકરમુંડા, નિઝર અને સોનગઢમાં 1-1 ઈંચ ખાબક્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 26 Jul 2024 11:02 AM (IST)Updated: Fri, 26 Jul 2024 11:02 AM (IST)
gujarat-rain-rainfall-in-35-talukas-in-last-4-hours-highest-in-tapi-district-2-inches-in-uchchhal-1-each-inches-in-kukarmunda-nizar-and-songadh

Gujarat Rain: આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવી પહોંચી છે. જ્યાં સવારે 10 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ ઉચ્છલ તાલુકામાં 2 ઈંચ કરતા વધુ નોંધાયો છે. આ સાથે જ સમગ્ર રાજ્યની વાત કરીએ તો, 10 વાગ્યા સુધીમાં કુલ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે 10 વાગ્યા સુધીમાં તાપી જિલ્લાના ઉચ્છલમાં 2.1 ઈંચ, કુંકરમુંડામાં 1.25 ઈંચ, નિઝરમાં 23 મીમી, સોનગઢમાં20 મીમી, વ્યારામાં 7 મીમી, ડોલવણમાં 5 મીમી અને તાપીમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ડાંગના સુબીરમાં 21 મીમી અને નર્મદાના સાગબારામાં 11 મીમી વરસાદ વરસ્યો છે.

naidunia_image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 27 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ જ્યારે 86 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.