ગુજરાતના 10 તાલુકામાં મેઘમહેર: તાપીના નિઝરમાં સૌથી વધુ વરસાદ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 07 Sep 2026 07:37 AM (IST)Updated: Mon, 07 Sep 2026 07:37 AM (IST)
gujarat-rain-data-today-september-07-tapi-nizer-highest-rainfall-3-19-inch-24hour-districtwise-report

Gujarat Rain Report September 07: ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યાથી 7 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જવા મળ્યો છે, ખાસ કરીને તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લાના નિઝરમાં વરસાદી માહોલ

છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો, તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સૌથી વધુ 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે. નિઝર તાલુકામાં વરસાદી ઝાપટું વરસી જતાં પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો, સોનગઢ તાલુકામાં 0.31 ઇંચ, ઉચ્છલ અને ડોલવણમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.

વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની સ્થિતિ

વલસાડ જિલ્લામાં પણ મેઘમેહર જોવા મળી છે. વલસાડના ઉમરગામ તાલુકામાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડના અન્ય તાલુકાઓ જેવા કે, કપરાડામાં 0.31 ઇંચ અને નાનાપોંઢામાં 0.2 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં પણ હળવા વરસાદ સાથે 0.12 ઇંચ વરસાદ થયો છે.

અન્ય વિસ્તારોમાં વરસાદની સામાન્ય હાજરી

આ સિવાય દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 0.04 ઇંચ અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 0.04 ઇંચ સામાન્ય વરસાદ નોંધાયો છે. આમ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની હળવીથી મધ્યમ હાજરી યથાવત રહી છે.