Surendranagar Panchayat Election Result 2026: હારની અફવા વચ્ચે પક્ષપલટો કરનાર રાજુ કરપડાની જીત

રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 28 Apr 2026 11:23 AM (IST)Updated: Tue, 28 Apr 2026 01:57 PM (IST)
surendranagar-panchayat-election-results-2026-raju-karpada-won-muli-2-seat

Surendranagar District Panchayat Election Result 2026: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે. પહેલા રાજુ કરપડા હારી ગયા હતા તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. પક્ષપલટા બાદ આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી, પક્ષ પલટો તેમને ફળ્યો છે.