Surendranagar News: ધાંગધ્રા હાઈવે પર ટ્રકમાંથી 4.90 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો, 4 સામે ગુનો નોંધાયો

ધાંગધ્રા હાઈવે પર તાલુકા પોલીસ દ્વારા ટ્રકમાંથી કુલ 4.90 લાખની કિમતનો સૂક્કો ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Mar 2026 10:32 AM (IST)Updated: Thu, 26 Mar 2026 10:32 AM (IST)
surendranagar-news-marijuana-worth-rs-4-90-lakh-seized-from-truck-on-dhangadhra-highway
HIGHLIGHTS
  • ધાંગધ્રા તાલુકા પોલીસને બાતમી મળી હતી
  • ઈન્ચાર્જ પીઆઈ સહિત સ્ટાફે કાર્યવાહી કરી
  • હાઈવે પરથી ટ્રકમાંથી સૂકા ગાંજાનો જથ્થો ઝડપાયો

Surendranagar: ધાંગધ્રા-અમદાવાદ હાઈવે પર અગાઉ પણ ઘણી વખત નશીલા પદાર્થની હેરાફેરી પકડાઈ ચૂકી છે.ત્યારે ધાંગધ્રા હાઈવે પર ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ટ્રકમાંથી કુલ 4.90 લાખની કિમતનો સૂક્કો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસે ગાંજો ઝડપી લીધો

ધાંગધ્રા તાલુકા પોલીસને બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે, ઈન્ચાર્જ પીઆઇ સહિતના સ્ટાફે બુધવારે વહેલી સવારે ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ કુડા ચોકડી નજીકથી શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ શરુ કરી હતી. જે ટ્રકમાંથી કુલ 9.810 કિલો સૂકો ગાંજો કિમત રુપિયા 4.90.500 ઝડપાયો હતો.

ગાંજાનો જથ્થો જપ્ત કરીને તાલુકા પોલીસે સુલેમાન ઉસ્માનભાઈ શેખ અને શાદાતહુશેન અકબરશા સૈયદ (બંને રહે. ભચાઉ) 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

આરોપી વિરુદ્ધ કાર્યવાહી

પોલીસે તેમની પાસેથી મોબાઈલ, ટ્રક સહિત કુલ રુ,14,95,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગાંજો આપનાર અજાણ્યા શખ્સ અને અહેમદ ઉર્ફે પપ્પુ રજાક લંઘા વિરુદ્ધ એમ પકડાયેલા આરોપી સહિત નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી આદરી છે.