મૂળીના ખાટડીમાં રાજુ કરપડાએ કહ્યું- ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, ભાજપમાં જોડાવાની વાત અંગે પણ આપ્યું નિવેદન

ખેડૂતોના સૌથી મોટા પ્રશ્ન, સિંચાઈના પાણી અંગે તેમણે તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ વિસ્તારને સિંચાઈનું પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ચેનથી નહીં સૂવે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Mar 2026 01:43 PM (IST)Updated: Sun, 01 Mar 2026 01:43 PM (IST)
surendranagar-news-farmer-leader-raju-karpada-reacts-to-bjp-joining-rumours-at-khatdi-kisan-kranti-sabha

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ કિસાન ક્રાંતિ સભા યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડતો આવ્યો છું અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. જો ભાજપમાં જોડાવા અંગેની વાત પર નિવેદન આપતા કહ્યું કે, ત્રણેય તાલુકાને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરે તો ખેડૂતોના હિતમાં તેઓ ભાજપમાં પણ જોડાવા તૈયાર છે. નહીંતર કોંગ્રેસ જેવા મજબૂત પક્ષમાં જોડાઇને ખેડૂતો માટે લડશે.

ભાષણબાજીથી, રેલીઓથી કે ધરણાંથી પરિણામ નથી મળતું

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, , આજે મને ખુશી એ વાતની છે કે અમારી અહીંયા 14-15 વર્ષની દીકરીઓ લલકારવા માંડી છે અને સલ્તનતોને લલકારે છે. 15 વર્ષ પહેલા પુરુષો બોલતા ડરતા હતા, આજે અમારી દીકરીઓ પણ સત્તા અને રાજકીય પાર્ટીઓને લલકારીને ખેડૂતો માટે અવાજ ઉઠાવતી થઈ છે. તેમણે પોતાના સંઘર્ષના મૂળિયા ખેડૂત પરિવારોની પીડામાં જોયા હોવાનું જણાવ્યું, જ્યાં લગ્નો જેવા પ્રસંગોએ પણ દીકરીઓને સોનું ચડાવવા માટે માતાઓ પોતાના દાગીના ગિરવે મૂકતી હતી. તેમણે ઉમેર્યું કે, માત્ર ભાષણબાજીથી, રેલીઓથી કે ધરણાંથી પરિણામ નથી મળતું, જ્યારે કોઈની પીડામાં સહભાગી થવું હોય ત્યારે પોતે એ પીડા અનુભવવી જોઈએ.

ટીકા-ટિપ્પણી ખેડૂતો શું ઈચ્છે છે એ મહત્વનું

વધુમાં કહ્યું કે, હવે કોઈ ટીકા-ટિપ્પણી, આક્ષેપોમાં આપણે પડવું નથી. મહત્વની અને મુદ્દાની વાત એ છે કે ખેડૂતો શું ઈચ્છે છે. આઠ વર્ષ તમારા માટે લડ્યો છું, ક્યાંય ચૂંટણી જીતીને બીજી પાર્ટીમાં નથી ગયો. આમ આદમી પાર્ટી છોડ્યા બાદના તેમના ભાવિ રાજકીય નિર્ણય અંગે તેમણે ખેડૂતોના અભિપ્રાયો માંગ્યા હતા. તેમણે ખાતરી આપી કે, આગામી દિવસોમાં જે પણ નિર્ણય આપણે કરીશું, આ નિર્ણયમાં પાછીપાની નહીં કરીએ અને ખેડૂતો માટે ભૂતકાળમાં લડ્યો છું એ જ તાકાતથી લડતા રહીશું.

સિંચાઈનું પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ચેનથી નહીં સૂવે

ખેડૂતોના સૌથી મોટા પ્રશ્ન, સિંચાઈના પાણી અંગે તેમણે તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ વિસ્તારને સિંચાઈનું પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ચેનથી નહીં સૂવે. પાણીના અભાવે ખેડૂતોના ગામડાઓ ભાંગી રહ્યા છે અને યુવાનો કારખાનાઓમાં મજૂર બનવા મજબૂર બન્યા છે. તેમનો ઉદ્દેશ્ય સિંચાઈનું પાણી લાવીને ખેડૂતોને વર્ષમાં ત્રણ પાક લેતા કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. અમારે કોઈના કારખાનાની નોકરીની જરૂર નથી, સરકારી નોકરીની પણ જરૂર નથી જો ત્રણ સિઝન હરખી લેવાય છે. રાજુ કરપડાએ સબુરી ડેમ અને સ્કેવર વાલ્વ ખોલાવીને આસપાસના તળાવો ભરવાના પ્રયાસોને સકારાત્મક ગણાવ્યા હતા અને કહ્યું કે આ તેમની લડાઈનું પરિણામ છે.

naidunia_image

ભાજપમાં જોડાવા અંગે કહ્યું 'લગન તો આવવા દ્યો..'

ભાજપમાં જોડાવાની અટકળો પર તેમણે સ્પષ્ટ કર્યું કે, જો ભાજપ સરકાર ત્રણેય તાલુકાને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરે તો ખેડૂતોના હિતમાં તેઓ ભાજપમાં પણ જોડાવા તૈયાર છે. તેમણે કોંગ્રેસ સહિત કોઈપણ રાજકીય પ્લેટફોર્મ પરથી ખેડૂતોના અવાજને મજબૂતીથી ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું, “ખાટડી ગામના આંગણેથી કહીએ છીએ, પોણા ચાર વર્ષ સુધી જેલમાં રહેવું પડે તો એ તૈયારી છે, પણ મારો ખેડૂત એક દિવસ જેલમાં જાય એ પોહાતી વાત નથી.” તેમણે રાજકીય ષડયંત્રોને પડકારતા કહ્યું કે, “અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સત્તા નથી, સલ્તનત નથી, અમારી પાસે ખેડૂતના આશીર્વાદ છે અને આશીર્વાદ કોઈ દિવસ કોઈ તોડી નહીં શકે.