Surendranagar News: ધ્રાંગધ્રાના કંટાવા નજીક કેનાલમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો, મૃતકોની ઓળખ કરવા પોલીસે શરૂ કરી તપાસ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 09 May 2024 12:34 PM (IST)Updated: Thu, 09 May 2024 12:34 PM (IST)
surendranagar-news-dead-bodies-of-man-and-woman-were-found-in-a-canal-near-kantawa-in-dhrangadhra

Surendranagar News: ધ્રાંગધ્રા તાલુકાના કંટાવા નજીક નર્મદા કેનાલમાથી અજાણ્યા યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કેનાલમાં બે મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી મૃતકોની ઓળખ કરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કંટાવાથી વાવડી જતા રસ્તા પર કેનાલમાથી લાશ મળી આવતા લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. બાદમાં સ્થાનિકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોની લાશોને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે આ અજાણ્યા યુવક અને યુવતી ક્યાંના છે ? કોણ છે ?અને શા માટે કેનાલમા પડયા ? સહિતની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કરી રહી છે.