રાજ્યમાં 136 'ગ્રામ હાટ'નો શુભારંભ: સુરેન્દ્રનગરના 20 ગ્રામ હાટથી સખી મંડળોની મહિલાઓને મળશે આર્થિક પ્લેટફોર્મ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 11:36 AM (IST)Updated: Sun, 11 Oct 2026 11:36 AM (IST)
surendranagar-20-gram-haat-launch-sakhi-mandal-cm-bhupendra-patel-rajkot-event

Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સખી મંડળો દ્વારા સંચાલિત રાજ્યના 136 'ગ્રામ હાટ'નું લોકાર્પણ તથા મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ રાજકોટ થયો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 20 ગ્રામ હાટનું લોકાર્પણ આજરોજ કરવામાં આવશે.

જેની પૂર્વતૈયારીના ભાગરૂપે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી - સુરેન્દ્રનગર ભાવેશ દવે દ્વારા શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે આવેલા ગ્રામ હાટની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લોકાર્પણને લગતી તમામ આખરી તૈયારીઓનું સ્થાનિક કક્ષાએ સઘન નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન સ્થળ પર કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી અને કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.