Gujarat Rains: સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રીજા દિવસે બુધવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં બુધવારે સવારથી વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં અડધા કલાકમાં અડધા ઈંચથી વધુ પાણી વરસ્યુ હતું. સામાન્ય વરસાદમાં પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ લીંબડીમાં બુધવાર સવારથી સાંજ સુધીમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગરના આ તાલુકામાં વરસાદ થયો
- ચોટીલામાં 1 ઈંચ વરસાદ.
- દસાડામાં 0.43 ઈંચ વરસાદ.
- લખતરમાં 0.60 ઈંચ વરસાદ.
- ચુડામાં 0.8 ઈંચ વરસાદ.
- ધ્રાંગધ્રામાં 0.47 ઈંચ વરસાદ.
- થાનમાં 0.51 ઈંચ વરસાદ.
- લીંબડીમાં 1.18 ઈંચ વરસાદ.
- મૂળીમાં 0.70 ઈંચ વરસાદ.
- સાયલામાં 0.62 ઈંચ વરસાદ.
- વઢવાણમાં 0.59 ઈંચ વરસાદ.
