દિલ્હી મિત્રને મળવા ઘરેથી નીકળી ગયેલી સગીરાને ધ્રાંગધ્રા રેલવે પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 04 Mar 2024 06:29 PM (IST)Updated: Mon, 04 Mar 2024 06:29 PM (IST)
dhrangadhra-railway-police-reunites-minor-who-left-home-to-meet-delhi-friend-with-family

Surendranagar News: દિલ્હીમાં રહેતા એક મિત્રને મળવા માટે ઘરેથી નીકળી ગયેલી સગીરા ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહી હતી. જે અંગેની જાણ ધ્રાંગધ્રા રેલવે પોલીસને થતાં સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન સગીરાએ પોતે 13 વર્ષની હોવાનું અને મૂળ બિહારની વતની હોવાનું જણાવ્યું હતું. તેમજ તેના માતા-પિતા ગાંધીધામમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસે આ સગીરાને સમજાવી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

ધ્રાંગધ્રા રેલવે પોલીસને શંકા ઉપજી પણ ધ્રાંગધ્રા જંક્શનમાં કોઈ મહિલા પોલીસ નહીં હોવાથી એક મહિલા પંચ દ્વારા દીકરી સાથે વાતચીત ચાલુ કરી હતી. જેમાં નાની ઉમરની નાદાનીમાં દીકરી પોતાના ફોન મિત્રને મળવા દિલ્હી નીકળી ગઈ છે, પણ હાલ તે હવે ઘરે પાછી જવા માંગે છે તેમ માલુમ પડ્યું હતું. ત્યારબાદ રેલવે પોલીસના પીએસઆઈ સુમેરા દ્વારા તેના માતા-પિતાનો સંપર્ક કરી જાણ કરી હતી.

અભયમ મહિલા સ્કોડનો સંપર્ક કરી દીકરીના માતા-પિતા ન આવે ત્યાં સુધી તેમની કાળજી હેઠળ સોંપી છે. એક તકે દીકરીઓને ફોસલાવીને એમની જીંદગી બરબાદ કરાતી હોવાના અનેક કિસ્સાઓ રોજ બરોજ બનતા હોય છે ત્યારે રેલવે પોલીસની સતર્કતાનાં લીધે એક સગીર વયની દીકરીનું તેના માતા-પિતા સાથે ફરી મિલન શક્ય બનશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.