Chotila Temple Diwali Aarti Timings: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીનું ધામ દેશ-વિદેશના કરોડો માઇભક્તો માટે અખંડ આસ્થાનું કેન્દ્ર છે. આગામી દિવાળીના તહેવારો દરમિયાન દર્શનાર્થે લાખો ભક્તોની ભીડને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માઇભક્તો સરળતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ શકે તે હેતુથી સવારની આરતી અને ડુંગરના પગથિયા ખુલવાના સમયમાં ફેરફાર કરીને નવું સમયપત્રક જાહેર કરાયું છે.
તહેવારો દરમિયાન દર્શન અને આરતીનું નવું સમયપત્રક
આ પણ વાંચો
ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 08 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડુંગર પર જવા માટે પગથિયાંનો મુખ્ય દરવાજો સવારે 03:00 વાગ્યે ખોલી દેવામાં આવશે. ત્યારબાદ માતાજીની મંગળા આરતી સવારે 03:30 વાગ્યે યોજાશે.
જ્યારે 15 નવેમ્બરથી 23 નવેમ્બરના રોજ પગથિયાંનો દરવાજો સવારે 04:00 વાગ્યે ખુલશે અને સવારની આરતી સવારે 04:30 વાગ્યે થશે. અને 24 નવેમ્બરે આ ખાસ દિવસે પગથિયાંનો દરવાજો રાત્રે 01:00 વાગ્યે જ ખોલી દેવાશે અને માતાજીની સવારની આરતી રાત્રે 01:30 વાગ્યે સંપન્ન થશે.
સંધ્યા આરતી નિયમિત સમયે જ યોજાશે
ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સવારના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હોવા છતાં, તમામ દિવસો દરમિયાન માતાજીની સંધ્યા આરતી દૈનિક નિયમ પ્રમાણે સૂર્યાસ્તના સમયે જ યોજાશે. દિવાળીના મિનિ વેકેશન અને તહેવારો દરમિયાન ચોટીલા ખાતે દર્શનાર્થે આવતા માઈભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લઈને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
