સુરેન્દ્રનગર.
ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારમાં મુખ્યત્વે મીઠું પકવતા અગરીયાઓની સિઝન હવે લગભગ શરુ થવાના આરે છે તેવામાં કુડાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવવાનું કામ કરતા લાભુભાઇ ગોવરધનભાઇ કુંડેચા પોતે મીઠું પકવવા માટે રણમાં કુવો ખોદતા હતા તે સમયે અંદરથી ઝેરી ગેસ બહાર નીકળતા તેમણે ઝેરની અસર થઈ હતી અને ત્યાં જ બેભાન અવસ્થામાં તે જમીન પર પટકાયો હતો.
જોકે આ બાબતની જાણ મીઠું પકવતા અન્ય અગરીયાઓને થતા જ તેઓ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડતા યુવાનનું મોત થયું હોવાનું તબીબી ટીમે જણાવ્યું હતું. જ્યારે આ તરફ આ ઝેરી ગેસના લીધે યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કુડાના રણકાંઠા વિસ્તારમાં કુવો ખોદતા સમયે ઝેરી ગેસ બહાર નીકળતા યુવાનને ઝેરી અસર થઇ હતી. તાત્કાલિક સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
