કપિલ શર્માના શોમાં સુરત પોલીસના મહિલા અધિકારી પહોંચ્યાઃ રાની મુખર્જીએ કહ્યું, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!

બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જીની ‘મર્દાની 3’ ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે રાની મુખર્જી 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં પહોચી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 25 Jan 2026 02:33 PM (IST)Updated: Sun, 25 Jan 2026 02:33 PM (IST)
when-reel-meets-real-mardaani-surat-women-cops-on-kapil-sharma-show

Surat News: 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના તાજેતરના એપિસોડમાં બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી તેની આવનારી ફિલ્મ મર્દાની-૩ ના પ્રમોશન માટે પહોચી હતી. આ ખાસ એપિસોડમાં સુરત પોલીસની મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. આ શોમાં મહિલા અધિકારીના એક જવાબ પર રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!

 30 મહિલા પોલીસ અધિકારીઓની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિતિ

બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જીની ‘મર્દાની 3’ ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે રાની મુખર્જી 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં પહોચી હતી. આ વિશેષ એપિસોડમાં સુરતની સુરક્ષા જેમના હાથમાં છે, તેવી 30 મહિલા પોલીસ અધિકારીઓ આ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. કપિલ શર્માના હાસ્યના ફુવારાઓ વચ્ચે સુરતની મહિલા અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન આવતા પડકારો અને ગૌરવની ક્ષણો વિશે વાત કરી હતી.

naidunia_image

રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી

આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નરના પત્ની સંધ્યા ગેહલોત તેમજ સુરતના મહિલા ACP મિની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.તેમણે પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે મહિલા અધિકારીઓ ઘર અને ફરજ વચ્ચે સંતુલન જાળવીને શહેરની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ સાથે પોલીસ સામાજિક કાર્યો પણ કરી રહી છે, તે અંગે પણ જણાવ્યું હતું.

ગરીબ બાળકો માટે સ્કૂલ અને ડે-ચાઈલ્ડ કેર સેન્ટરની વ્યવસ્થા

પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતએ જણાવ્યું હતું કે સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહી પરંતુ સામાજિક કાર્યો પણ કરે છે. તેમણે પોલીસ દ્વારા કરવામાં આવતી સામાજિક કાર્યોની વિગત પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે દર વર્ષે થેલેસેમિયા પીડિત બાળકો માટે 1,000 યુનિટ રક્ત એકત્રિત કરીએ છીએ. આ ઉપરાંત ગરીબ બાળકો માટે સ્કૂલ અને ડે-ચાઈલ્ડ કેર સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મારી નમ્ર વિનંતી છે કે, પોલીસને નકારાત્મક રીતે ન જુઓ, તેઓ ખૂબ જ સકારાત્મક કાર્ય કરી રહ્યા છે.

naidunia_image

 તમારા પતિ હેલ્મેટ વગર નીકળ્યા! શું તે દિવસે ચલણ કપાશે કે નહીં?

આ એપિસોડ દરમ્યાન જયારે કપિલ શર્માએ સુરતના મહિલા પોલીસ એસીપી મિની જોસેફને પૂછ્યું હતું કે, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું એક વાત પૂછવા માંગુ છું કે માની લો કે તમે શહેરમાં કોઈ ચાર રસ્તા પર ઉભા છો અને સામેથી એક ભાઈ મોટરસાયકલ પર આવી રહ્યા છે, જેમણે હેલ્મેટ પહેર્યું નથી. પણ જેવો તે નજીક આવે અને તે તમારા પતિ નીકળ્યા! શું તે દિવસે ચલણ કપાશે કે નહીં?

રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!

કપિલના આ સવાલ પર એસીપી મિની જોસેફે હસતા-હસતા જણાવ્યું હતું કે, આ બાબતે હું એટલું જ કહીશ કે અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી, જે મારી સામે આ રીતે આવી શકે! ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!