બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો! મુંબઈ ક્રાઈમ બ્રાંચે સુરતમાંથી હથિયારો જપ્ત કર્યા

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી 2 હથિયારો અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હથિયારોના સપ્લાય અંગે તપાસ શરૂ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 12:35 PM (IST)Updated: Sat, 24 Oct 2026 12:35 PM (IST)
tiger-shroff-firing-case-surat-weapons-recovered-mumbai-crime-branch

Tiger Shroff Firing Case: બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ગુપ્ત ઓપરેશન હાથ ધરીને 2 હથિયારો અને 10 જીવતા કારતૂસો કબજે કર્યા છે. આ મામલે મુંબઈ ડીસીબી સીઆઈડીમાં 19 ઓક્ટોબરના રોજ ગુનો દાખલ કરાયો હતો.

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે હથિયારો કબજે કર્યા

આ મામલે મળેલી વિગતોના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી હથિયારોની રિકવરી કરી છે. બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર 17 ઓક્ટોબરે રવિવારે સાંજે 7 વાગ્યે મુંબઈમાં ફાયરિંગ થયું હતું. ટાઈગર જ્યારે ફૂટબોલ રમીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કાર એક બાઈક પર સવાર ૩ લોકોએ ફાયરીંગ કર્યું હતું. આ ચકચારી ઘટના બાદ મુંબઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

ટાઈગર શ્રોફ ફાયરિંગમાં બચી ગયા

સદનસીબે આ ઘટનામાં અભિનેતા ટાઈગર શ્રોફને ગોળી વાગી ન હતી અને તેઓને હાથના ભાગે ઈજા થઇ હતી. જયારે તેઓના ડ્રાઈવરને ગોળી વાગી હતી. આ ઘટનામાં હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસના ભાગરૂપે 23 ઓક્ટોબરના રોજ સુરતમાંથી 2 ગેરકાયદે હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યાં છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો

ફાયરિંગ કરનાર આરોપીઓ મુંબઈથી ભાગીને નેપાળ જવાના ઈરાદે બાયરોડ સુરત આવ્યા હતા સુરતથી તેમણે રાતે 1.35 વાગ્યે પુણે જયપુર એક્સપ્રેસ ટ્રેન ઉપડ્યા બાદ જનરલ કોચમાં બેઠા હતા. સુરતના આ સીસીટીવી ફૂટેજ પણ મુંબઈ પોલીસે મેળવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ મુંબઈ પોલીસની ટીમ આ હથિયારો કોણે સપ્લાય કર્યા. તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.