સુરતના 'તીર્થ'નો દરિયામાં ડંકો: ઑટિઝમને હરાવી 1 કિમીની સફર કરી ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

60 ટકા ઑટિઝમથી પીડાતો હોવા છતાં તીર્થ નાકરાણીએ 1 કલાક 11 મિનિટ અને 4 સેકન્ડમાં 1 કિલોમીટરનો દરિયો ખેડી બતાવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Feb 2026 10:56 PM (IST)Updated: Wed, 04 Feb 2026 10:56 PM (IST)
surats-9-year-old-autistic-boy-creates-national-record-by-swimming-1-km-in-the-sea
HIGHLIGHTS
  • એક મહિના પૂર્વે પોરબંદરમાં ઑલ ઈન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી

Surat: ઑટિઝમની બીમારીથી પીડિત સુરતના 9 વર્ષના બાળકે રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં બાળકે માત્ર 1 કલાક 11 મિનિટ અને 4 સેકન્ડમાં 1 કિલોમીટરનો દરિયો ખેડીને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

આજથી એક મહિના પૂર્વે ગત 3 જાન્યુઆરીના રોજ પોરબંદરમાં ઑલ ઈન્ડિયા સી સ્વિમિંગની કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં 60 ટકા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડરથી પીડાતા સુરતના 9 વર્ષીય તીર્થ નાકરાણીએ પણ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં તીર્થે પોતાની પોતાના મહેનત, ધગસ અને આત્મવિશ્વાસથી 1 કિલોમીટરનો દરિયો માત્ર 1 કલાક 11 મિનિટને 4 સેકન્ડમાં ખેડ્યો હતો. તીર્થની આ સિદ્ધિ બદલ ઈન્ડીયા બુક ઑફ રેકોર્ડ્સ તરફથી મેડલ, સર્ટીફિકેટ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ અંગે તીર્થના પિતા જૈમિશભાઈએ જણાવ્યું કે, ઑટિઝમ હોવા છતાં તીર્થ નિયમિત ટ્રેનિંગ, દ્રઢ ઈચ્છાશક્તિ અને હિંમતથી કઠીન પડકારને પાર કર્યો છે. તીર્થની આ સિદ્ધિ ઓટિઝમથી પીડાતા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ છે.