Surat Rain: સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસાદી માહોલ, માંગરોળમાં 1 ઇંચ ખાબક્યો

સવારે 8 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં માંગરોળમાં 1 ઇંચ, ઓલપાડમાં 19 મિ.મી., કામરેજમાં 16 મિ.મી. અને ઉમરપાડામાં 16 મિ.મી. વરસાદ નોંધાયો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 27 May 2025 11:04 AM (IST)Updated: Tue, 27 May 2025 11:04 AM (IST)
surat-weather-update-rain-since-morning-1-inch-recorded-in-mangrol

Surat Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, સુરત જિલ્લામાં વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં માંગરોળમાં 1 ઇંચ, ઓલપાડમાં 19 મિ.મી., કામરેજમાં 16 મિ.મી. અને ઉમરપાડામાં 16 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે.

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે,

naidunia_image

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, કાળા ડીબાંગ વાદળો સાથે સુરત શહેરના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ, વરાછા, અમરોલી, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી, ઉમરપાડામાં પણ વરસાદ નોંધાયો છે.