સુરત : વિજયનગરની આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

સુરતના વિજયનગર વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડી પાસે કચરામાં લાગેલી આગ બુઝાવવા ગયેલા SMC કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમને ખાડીમાંથી નવજાત શિશુનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 12:24 PM (IST)Updated: Sun, 22 Nov 2026 12:24 PM (IST)
surat-vijayanagar-ashapuri-creek-newborn-baby-dead-body-found-during-garbage-fire

Surat Newborn Dead Body Found: સુરતના વિજયનગર વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડી પાસે કચરામાં આગ લાગી હોવાની જાણ થતાં SMCના ડોર-ટુ-ડોર સફાઈ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન વિજયનગર ડોર-ટુ-ડોર વિભાગના સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલની નજર ખાડીમાં પડેલા નવજાત શિશુના મૃતદેહ પર પડી હતી. આ દૃશ્ય જોઈને કર્મચારીઓમાં પણ ચોંકી ઉઠ્યા હતા.

ખાડીમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, સુરતના વિજયનગરમાં આશાપુરી ખાડી પાસે કચરામાં આગ લાગી હતી. આ દરમ્યાન SMCના ડોર-ટુ-ડોર સફાઈ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ખાડીમાંથી નવજાત શિશુના મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

ફાયર વિભાગના જવાનોએ મૃતદેહ કાઢ્યો

જોકે, શરૂઆતમાં આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો ખાડીમાં ઉતર્યા હતા. તપાસ દરમિયાન નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હતો અને બાળકનો ચહેરો પણ સડી ગયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢીને ઉપર મૂક્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

કર્મચારીઓએ બાળક મૃતદેહ જોયો

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ નવજાત બાળકનો મૃતદેહ ખાડીમાં કોણે, ક્યારે અને કયા કારણોસર ફેંક્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. ડોર-ટુ-ડોરના સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલે જણાવ્યું કે, અમે દૈનિક ધોરણે અહી ખાડી પાસે કચરો ભરવા આવીએ છીએ, સ્થળ પર આવ્યા બાદ વોર્ડ ઓફિસે ફોન આવ્યો હતો કે અહિયાં આગ લાગી છે, જ્યારે અમે આવીને મેં જોયું તો આગ લાગી હતી. આથી અમે ફાયર વિભાગને જાણ કરી હતી.

સ્થાનિક પોલીસને જાણ કરાઈ

વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે આ સ્થળે ઉભા હતા. ત્યારે અમારી નજર ખાડીમાં જતાં નાના બાળકના મૃતદેહ જેવું કંઈક દેખાયું હતું. ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી. જે બાદ ફાયરના જવાનોએ ખાડીમાં ઉતરીને તપાસ કરી તો નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. અને મોઢું પણ સડી ગયું હતું. હોસ્પિટલમાંથી જ ફેંકી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.