ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે. તો બીજી હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત જિલ્લાના ડભારી બીચ પાસે દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર દ્વારા ડભારી બીચને બંધ કરવામાં આવ્યો છે. લોકોની અવરજવર અને દુકાનો બંધ કરાવી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
બીપોર જોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત શહેરના વાતાવરણમાં અસર પણ દેખાઈ રહી છે. તો બીજી તરફ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ડુમસ અને સુંવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. બીચ હાલ સુમસાન નજરે પડી રહ્યા છે.
હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર જેટલું દુર છે. જે દક્ષિણ ગુજરાત સુધી 11 અને 12 જુન સુધી પહોચવાની શક્યતા છે. જેથી સુરત જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જ છે. વાવાઝોડાની શક્યતાને લઈને અધિકારીઓને હેડ ક્વોટર નહી છોડવા પણ સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયામાં નહી જવા માટેની સુચના પણ અગાઉથી જ આપી દેવામાં આવી છે. અને જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓને પણ પરત બોલાવી લીધા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના દરિયાકાંઠાના 42 ગામો સૌથી પહેલા અસરગ્રસ્ત થતા હોય છે ત્યાં અમે સતત નજર રાખી રહ્યા છે. હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં કોઈ બીચ બંધ કરવામાં આવ્યા નથી પરંતુ જરૂર જણાશે તો બીચ બંધ પણ કરવામાં આવશે.
સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ઈ. જિલ્લા કલેકટરશ્રી બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીશ્રીઓને પુર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે. તેમજ કચેરીમાં હાજર રહેવા જણાવ્યું છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય તમામ કર્મચારીઓની રજા રદ કરી તેઓને હાજર થવા જણાવ્યું છે.
