સુરત: સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 5મા માળે આગથી અફરાતફરી

સુરતના સારોલી વિસ્તારમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટના 5મા માળે ભીષણ આગ લાગી. ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 02:23 PM (IST)Updated: Wed, 16 Sep 2026 02:23 PM (IST)
surat-salasar-textile-market-fire-saroli-fifth-floor-textile-market-fire-surat

Surat Fire News: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી છે, માર્કેટના પાંચમાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ટેક્સટાઈલ માર્કેટમાં આગ પ્રસરી ગઈ

મળતી માહિતી મુજબ, સુરતના સારોલી વિસ્તારમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે, માર્કેટના પાંચમાં માળે આગ લાગી હતી. દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગ પ્રસરી ગઈ હતી. જેથી આગે વિકરાળ રુપ ધારણ કરી લીધું હતું. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માર્કેટમાં આગ લાગી હોય ત્યારે ફાયર વિભાગની 20 થી 25 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ

માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, આગ ક્યાં કારણોસર લાગી તે હાલ સામે આવ્યું નથી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ વેપારીઓને લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ જતાં મોટા પાયે આર્થિક નુકસાન થવાની આશંકા છે.