Surat News: સચિનમાં હિટ એન્ડ રન, ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી, યુવતીનું કરુણ મોત

સુરત શહેરના સચિન વાંજ ગામ ખાતે એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા સવાર 3 લોકો પટકાયા હતા. જેમાં યુવતીનું મોત નિપજ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 06 Apr 2026 02:53 PM (IST)Updated: Mon, 06 Apr 2026 02:53 PM (IST)
surat-sachin-hit-and-run-truck-accident-girl-death-vanj-village-truck-driver-absconding

Surat: સુરત શહેરના સચિન વાંજ ગામ ખાતે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સજર્યો હતો. જયારે ટ્રકની ટક્કરને પગલે બાઈક સવાર પરિવારના ત્રણ સભ્યો રોડ પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેની માતા અને અન્ય પરીચિત યુવકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.\

naidunia_image

ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી

મળતી માહિતી મુજબ, સચિન ખાતે રહેતા હંસાબેન રમેશભાઈ રાઠોડ, તેમની 23 વર્ષીય પુત્રી લક્ષ્મી રમેશભાઈ રાઠોડ અને પરિચિત યુવક ત્રણેય લોકો ગત સાંજે એક જ બાઈક પર સવાર થઈને સચિન વાંજ ગામ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવેલા એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને લીધે બાઈકચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. જેથી તેઓ ત્રણેય લોકો બાઈક પરથી પટકાયા હતા.

naidunia_image

યુવતીનું મોત નિપજ્યું

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને પગલે લક્ષ્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે તેની માતા હંસાબેન અને પરિવારના અન્ય સભ્યને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વધુમાં જાણવા મળ્યુ હતું કે, મરનાર લક્ષમીને અન્ય બે બહેનો છે. જયારે મૃતકના પિતા ખેતીકામ અને માતા સફાઈ કામ કરે છે. ઘટના સ્થળ પરથી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. સચિન પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.