સુરતમાં શ્રીકાર વર્ષાઃ ઉમરપાડામાં ગાજવીજ સાથે પોણા 10 ઈંચ ધોધમાર ખાબક્યો, પાણી ભરાતા જિલ્લાના 97 રસ્તાઓ બંધ કરાયા

સુરત અને ઉપરવાસમાં વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ભેદવાડ ખાડી ફરી એક વખત ઓવરફલો થઇ છે. જયારે અન્ય ખાડીઓ હાલ ડેન્જર લેવલથી નીચે વહી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jul 2026 04:32 PM (IST)Updated: Fri, 31 Jul 2026 04:32 PM (IST)
surat-rain-news-10-inches-rain-in-umarpada-97-roads-closed-due-to-flooding

Surat Rain News: હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંક કરી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાઈ જવાના કારણે પંચાયત હસ્તકના 97 જેટલા રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ ખાબક્યો

આજે સવારથી સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 9.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અંબિકામાં 5.75 ઈંચ, એરઠમાં 5.4 ઈંચ, બારડોલીમાં 5.3 ઈંચ, પલસાણામાં 4.6 ઈંચ, માંગરોળમાં 3.9 ઈંચ, ઓલપાડમાં 3.7 ઈંચ, માંડવી અને મહુવામાં 3.3 ઈંચ, સુરત શહેર 3.2 ઈંચ, કામરેજમાં 2.5 ઈંચ તેમજ ચોર્યાસી તાલુકામાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે.

Surat Rain Alert: સુરતમાં સાંજે ભારે પવન સાથે વરસાદની વકી, તંત્રની શહેરીજનોને ઘરમાં જ રહેવા અને માલ-સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ


બીજી તરફ સુરત અને ઉપરવાસમાં વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ભેદવાડ ખાડી ફરી એક વખત ઓવરફલો થઇ છે. જયારે અન્ય ખાડીઓ હાલ ડેન્જર લેવલથી નીચે વહી રહી છે. તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જયારે પાંડેસરા ક્રિષ્ના નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

 

આજે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સ્થિતિ

ડેમની સપાટી : - 317.04 ફૂટ
ઇનફલો :- 196406 કયુસેક
આઉટફલો :- 800 કયુસેક

આજે બપોરે 12 કલાકે સુરતમાં આવેલા કોઝવેની સ્થિતિ

કોઝવેની ભયજનક સપાટી :- ૬ મીટર
12 કલાકે સપાટી:-6.44 મીટર [કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે]