નશાના કારોબાર સામે સુરત પોલીસની મેગા ડ્રાઈવ: 24 કલાકમાં NDPSના 17 કેસ, 22 આરોપીઓ સામે કાર્યવાહી

પોલીસ ટીમોએ અલગ અલગ વિસ્તારમાંથી રેડ પાડી MD ડ્રગ્સ, ગાંજો અને હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 09:56 PM (IST)Updated: Mon, 23 Nov 2026 09:56 PM (IST)
surat-police-mega-operation-17-ndps-cases-22-accused-detained-drugs-seized

Surat Crime News: સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેર પોલીસે NDPS એક્ટ હેઠળ કુલ 17 કેસ નોંધી અને 22 આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ ટીમોએ અલગ અલગ વિસ્તારમાંથી રેડ પાડી MD ડ્રગ્સ, ગાંજો અને હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો.

નશાના કારોબાર સામે મેગા ડ્રાઈવ

સુરત શહેરમાં નશાના કારોબાર સામે શહેર પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી મેગા કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે NDPS એક્ટ હેઠળ કુલ 17 કેસ નોંધ્યા છે અને 22 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન મેફેડ્રોન (MD ડ્રગ્સ), ગાંજો અને હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

કુલ 17 કેસમાં 22 આરોપી ઝડપાયા

પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના બે કેસમાં 22.556 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું, જેની કિંમત 68,910 રૂપિયા થાય છે. ડ્રગ્સ કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે ગાંજાના 14 કેસમાં 72.25 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, જેની કિંમત ₹36.03 થાય છે. આ મામલે 19 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત હાઈબ્રીડ ગાંજાના એક કેસમાં પોલીસે 4.730 ગ્રામ હાઈબ્રીડ ગાંજો પણ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹16,555 રૂપિયા થાય છે. આ કેસમાં 1 આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આમ પોલીસે કુલ 17 કેસમાં 22 આરોપીને ઝડપી પાડ્યા છે અને 36.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા 22 આરોપીઓમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે.

ઝોન વાઈઝ નોંધાયેલા કેસની વિગતો

સુરત શહેર પોલીસના સાતેય ઝોનના તમામ પોલીસ સ્ટેશનો આ 24 કલાકની વિશેષ ડ્રાઈવમાં જોડાયા હતા. ઝોન વાઈઝ નોંધાયેલા કુલ 17 કેસની વિગત જોઈએ તો, સૌથી વધુ ઝોન-1 (કાપોદ્રા, વરાછા, અશ્વિનીકુમાર, લસકાણા, પુણા) માં 5 કેસ નોંધાયા છે. ત્યારબાદ ઝોન-2 (સલાબતપુરા, લિંબાયત, ઉધના)માં 3 કેસ, ઝોન-3 (ચોકબજાર, મહિધરપુરા)માં 2 કેસ, ઝોન-4 (પાંડેસરા)માં 1 કેસ, ઝોન-5 (રાંદેર, અમરોલી, અડાજણ)માં 3 કેસ, ઝોન-6 (સચિન જી.આઈ.ડી.સી., ભેસ્તાન)માં 2 કેસ અને ઝોન-7 (પાલ)માં 1 કેસ નોંધાયો છે.