Surat News: સુરતમાં પાંડેસરા GIDC વિસ્તારમાં રુ. 30.78 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઝોન 4 વિસ્તારના 6 પોલીસ મથકમાં છેલ્લા 6 માસ દરમ્યાન 88 કેસમાં પકડાયેલા દારૂના જથ્થા પર પોલીસ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
લાખોના દારુના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવાયું
મળતી માહિતી મુજબ, સુરતમાં ઝોન 4 વિસ્તારમાં આવતા અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા ખટોદરા અને અલથાણ પોલીસ મથકમાં છેલ્લા 6 મહિનામાં 88 કેસોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં દારુની બોટલોને રોડ પર પાથરીને તેના પર રોડ રોલર ફેરવાયું હતું.
કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
કુલ 13,240 બોટલ પર રોલર ફેરવાયું હતું. જેની અંદાજે કિંમત રુ.30.78 લાખ રુપિયા થાય છે. આ તમામ વિદેશી દારુના જથ્થાનો આજે નામદાર કોર્ટના હુકમ આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યવાહી દરમ્યાન ACP, SDM સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
