Surat: શહેરના સચિન GIDC વિસ્તારમાં પ્રેમી યુવકના ત્રાસથી એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતક પરિણીતાએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલમાં ઓડિયો રેકોર્ડ કરીને પોતાના પ્રેમી પર સનસનીખેજ આક્ષેપ કર્યાં હતા. આ ઑડિયો પરિણીતાના પતિના હાથમાં આવી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના જાલોદનો વતની પવન પ્રજાપતિએ આજથી 5 વર્ષ અગાઉ ક્રિષ્ના નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. પવન પોતાની 23 વર્ષીય પત્ની ક્રિષ્ના અને એક પુત્ર સાથે સચિન GIDC વિસ્તારમાં આવેલી રાજકુમારની ચાલમાં રહે છે અને જરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આજથી બે દિવસ પૂર્વે ક્રિષ્નાએ પોતાના ઘરના રસોડામાં રહેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ સચિન GIDC પોલીસને કરવામાં આવી હતી.
એવામાં મૃતક પરિણીતાનો પતિ તેનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો. જેમાં તેને પત્નીના ઑડિયો રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેમાં ક્રિષ્નાએ પોતાના પ્રેમીના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતુ.
આ મામલે મૃતકના પતિ પવને જણાવ્યું કે, મારી પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમ સબંધ હતો. મને મારી પત્નીના મોબાઈલમાંથી ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું છે. જેમાં ક્રિષ્ના પોતાના પ્રેમીને સંબોધીને કહી રહી છે કે, તે સતત 8 મહિના સુધી અલગ-અલગ હોટલમાં લઈ જઈને મારું શારીરિક શોષણ કર્યું છે. હવે હું તને આસાનીથી નહીં છોડું.
આ ઘટનાને પગલે એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સચિન GIDC પોલીસે ક્રિષ્નાના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા રેકોર્ડિંગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ડિંડોલીમાં નવરાત્રિના સ્ટેજ પર યુવતીઓના બિભત્સ નાચગાનનો વીડિયો વાયરલ
સુરત શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નવરાત્રીના તહેવાર દરમ્યાન સ્ટેજ પર માતાજીની પ્રતિમા સામે જ યુવતીઓ દ્વારા બીભત્સ ડાન્સ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ગરબાના નામે બીભત્સ ગીત ઉપર નાચગાન કરવા યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમણે સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા.
