Surat: MBBSની પરીક્ષામાં ChatGPTની મદદથી ચોરી, VNSGUએ 6 વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લીધા

AIની મદદથી પેપર લખતા 6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ, તમામને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 05:16 PM (IST)Updated: Wed, 29 Apr 2026 05:16 PM (IST)
surat-news-vnsgu-mbbs-exam-scam-6-students-caught-using-chatgpt-exams-cancelled
HIGHLIGHTS
  • નિરિક્ષકોને હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસમાં ભાંડો ફૂટ્યો

Surat: આજના ટેક્નોલોજીના જમાનામાં હવે ચોરી કરવાની પદ્ધતિઓ પણ 'હાઈટેક' બની રહી છે. રતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં MBBS જેવી મહત્વની પરીક્ષામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ચોરી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, VNSGU દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી તબીબી વિદ્યાશાખા (MBBS) ની પરીક્ષા દરમિયાન નિરીક્ષકોને કેટલાક વિદ્યાર્થીઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ 6 વિદ્યાર્થીઓ મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી ChatGPT (AI ટૂલ) દ્વારા પ્રશ્નોના જવાબો મેળવી રહ્યા હતા.

આખરે આ બાબતે યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરવામાં આવતા ગેરરીતિ આચરનારા તમામ 6 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીને રૂ. 10 હજારનો દંડ ફટકારવા સાથે તેમની પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, માત્ર સુરત જ નહીં, પરંતુ અગાઉ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પણ ધોરણ-12ની પરીક્ષામાં ChatGPT દ્વારા સામુહિક કોપીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલિટિકલ સાયન્સના પેપર દરમિયાન પ્રશ્નપેપરનો ફોટો બહાર મોકલવામાં આવ્યો હતો. જે બાદ ChatGPTની મદદથી તમામ પ્રશ્નોના ઉત્તર લખાવવામાં આવ્યા હતા.

આ મામલે સ્કૂલના 3 શિક્ષકો અને પટ્ટાવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમ AI જેવી આધુનિક ટેક્નોલોજી હવે શિક્ષણ જગત અને પરીક્ષાની પારદર્શિતા માટે મોટો પડકાર બની રહી છે.