Surat જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે વરાછામાં રેડ પાડી 14 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સે વરાછામાં રેડ પાડીને હોટ ફિક્સિંગના ખાતામાંથી 14 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. આ તમામ બાળકો રાજસ્થાન અને બિહારના છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 31 May 2026 02:38 PM (IST)Updated: Sun, 31 May 2026 02:38 PM (IST)
surat-news-varachha-muktidham-society-child-laborers-rescued-by-task-force

Surat News: સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે 30 મેના રોજ શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષક, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ 1098 ચાઇલ્ડ લાઇન, AHTU, શી ટીમ, અન્ય વિભાગો સાથે મળીને વરાછા વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ હોટ ફિક્સિંગના ખાતાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

બાળ શ્રમિકોને મજૂરીમાંથી મુક્ત કરાવ્યા

આ ચેકીંગ દરમિયાન તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 6 તરુણ અને 4 બાળમજૂર બાળકો, 4 તરુણ બાળાઓ મળી કુલ 14 બાળકો કામ કરતા મળી આવ્યા હતા. તમામ બાળકો રાજસ્થાન તથા બિહારના નિવાસી હતા. આ બાળકોની ઉંમર 10 થી 17 વર્ષની આસપાસ અને છોકરીઓની ઉંમર 14-18 વર્ષની હતી.

બાળમજૂરોને મહેનતાણું અપાતું

તેઓ છેલ્લા એક- બે મહિનાથી કામ કરી રહ્યા હતા. તેઓ સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરતા હતા. બપોરે 1 થી 2 વાગ્યા સુધી 1 કલાકની રિસેસ મળતી હતી. તમામ બાળકોને મહિને રૂ.5 હજારથી 10 હજાર સુધીનું મહેનતાણું મળતું હતું. બાળકો પાસેથી ઉંમરનો કોઈ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.

માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે

કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાથી તમામ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવવામાં આવ્યા હતા. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી દીકરીઓને વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ અને છોકરીઓને ચિલ્ડ્રન હોમગર્લ્સ રાંદેરમાં રાખવામાં આવ્યા છે. બાળકોના પુરાવાઓ મળ્યા બાદ તમામ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.