Surat: શહેરના ઉમરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક દુકાનદાર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. દુકાનદારે રાતે 12 વાગ્યા બાદ દુકાન શરુ રાખી હતી અને પોલીસ દુકાન બંધ કરાવવા ગઈ હતી, ત્યારે કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી.
આ સમગ્ર ઘટના ઉમરા વિસ્તારમાં 18 ડિસેમ્બરે રાતે 12 વાગ્યે ઘટી હતી. જેમાં મોડી રાત સુધી દુકાનદારે પોતાની દુકાન ખુલ્લી રાખતા પોલીસની ટીમ બંધ કરાવવા પહોંચી હતી. આ સમયે એક કોન્સ્ટેબલે દુકાનદાર સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો
આ અંગે ACP વિજય મલ્હોત્રાએ જણાવ્યું કે, જે CCTV વાયરલ થયા છે, તે બનાવ ગત 18 તારીખનો છે. જેમાં જોઈ શકાય છે કે, રાતે 12 વાગ્યા પછીનો સમય છે, સ્થાનિક રહીશોની ફરિયાદના આધારે ત્યાં પાનના ગલ્લા, ચાની અને ઈંડાની લારીઓ સાડા અગિયાર વાગ્યે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે. આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સમજાવટથી કરી રહી છે,
વીડિયોમાં દેખાય છે કે દુકાનદાર રાતે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે. છેલ્લા 7 દિવસથી સમજાવવા છતાં અને પોલીસ સાથે જીભાજોડી કરતો દેખાય આવે છે. પોલીસે જે કામગીરી કરી છે, તે પ્રજાની જાનમાલ અને સલામતી માટે કરી છે. આમાં પોલીસનું પર્સનલ કઈ નથી અને જે કાઈ કાર્યવાહી થઇ છે તે યોગ્ય થઇ છે.
અમે DVR મેળવીને આખા CCTV ફૂટેજ ચેક કરીશું અને પ્રાથમિક દ્રષ્ટીએ જ સીસીટીવીમાં દેખાય છે કે, પોલીસ પહેલા રીક્વેસ્ટ કરે છે જો કે આમાં સામે આવશે તો યોગ્ય કાર્યવાહી કરીશું
