સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં વીવર્સો અઠવાડિયામાં 2 દિવસ રજા પાળશે; જાણો શું છે કારણ

સામાન્ય રીતે દિવાળી પહેલાં સુરતના કાપડ બજારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ ઊલટું છે. દિવાળીએ તમામને પેમેન્ટ ચૂકવાનું હોય છે અને પરંતુ પેમેન્ટ આવતું નથી જેના કારણે વિવર્સો મુશ્કેલીમાં મુકાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 02:55 PM (IST)Updated: Thu, 08 Oct 2026 02:55 PM (IST)
surat-news-textile-weavers-to-take-two-days-off-every-week

Surat News: સુરતમાં હાલમાં વીવિંગ ઉદ્યોગમાં વિવર્સો બે દિવસ રજા પાળશે. સામી દિવાળી હોવાથી તમામને પેમેન્ટ પણ ચૂકવાનું હોય છે, પરંતુ સામેથી પેમેન્ટ પણ આવતું નથી અને યાર્નના ભાવમાં સતત થઈ રહેલા તોતિંગ વધારાના કારણે ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયો છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શા માટે વીવર્સો લીધો આ નિર્ણય?

દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરતનો વીવિંગ ઉદ્યોગ હાલમાં સંકટમાં છે. વિવર્સો દ્વારા 2 દિવસ રજા પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિવાળી પહેલાં સુરતના કાપડ બજારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ ઊલટું છે. એક તરફ યાર્નનો ભાવ વધ્યો છે બીજી તરફ સામે દિવાળીએ તમામને પેમેન્ટ ચૂકવાનું હોય છે અને પરંતુ પેમેન્ટ આવતું નથી જેના કારણે વિવર્સો મુશ્કેલીમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિમાં વધુ નુકસાન ન થાય તે માટે મોટાભાગના વીવિંગ એકમોએ નવા યાર્નની ખરીદી કરવાનું તાત્કાલિક ધોરણે ટાળી દીધું છે.

હાલમાં ઇન્ડસ્ટ્રીઝમાં પેમેન્ટની ક્રાઈસીસ

વિવર એસોસિએશન અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, સુરતમાં ચાલતી વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 2થી 3 રજા રાખવાનું એસોસિએશન દ્વારા પ્લાનિંગ થઇ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે યાર્નના રો મટીરીયલના ભાવ ઉચા તેમજ સામી દિવાળી છે અને ખરીદી નહી હોવાના કારણે આ ઇન્ડસ્ટ્રીઝ બે થી 3 રજા મુકવા મજબૂર બની છે.

તેમણે વધુમાં જાણાવ્યું કે મુખ્ય કારણ એ છે કે હાલમાં ઇન્ડસ્ટ્રીઝમાં પેમેન્ટની ક્રાઈસીસ છે અને સામે દિવાળી હોવાથી તમામને પેમેન્ટ ચૂકવાનું હોય છે અને સામેથી કોઈ પેમેન્ટ આવતું નથી જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ હાલમાં અંદાજીત કરોડો રૂપિયાનો લોસ કરવાના હિસાબે વિવર્સો અત્યારે બે થી ત્રણ રજા રાખવાના મૂડમાં છે.