Surat: સુરતના કામરેજ પોલીસ મથક ખાતે તેરા તુજકો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ૧ કરોડ ૩૪ લાખથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો.
સુરત જિલ્લામાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ દ્વારા ગુનાઓ ડિટેકટ કરીને રીકવર કરેલો મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે, ત્યારે સુરતના કામરેજ પોલીસ મથક ખાતે તેરા તુજકો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1,34,74,753 રૂપિયાનો મુદામાલ મુદામાલ મૂળ માલીકોને પરત કરવામાં આવ્યો હતો.
આ મુદામાલમાં 3.42 લાખની કિંમતના 33 મોબાઈલ ફોન પણ સામેલ હતા તેમજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અલગ અલગ ગુનાઓના કામે કબજે કરેલા મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમજ પોતાનો મુદામાલ પરત મળી રહેતા લોકોએ પોલીસની કામગીરી પણ બિરદાવી હતી
