Surat: શહેરના પૂણા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા એક યુવકે અવારનવાર શરીર સબંધ બાંધીને સગીરાને ગર્ભવતી બનાવી દીધી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પૂણા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી 15 વર્ષીય સગીરાને ગત 2 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આથી પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર બાદ દુખાવો બંધ થતાં સગીરાને ઘરે લાવવામાં આવી હતી .
જો કે બીજા દિવસે ફરીથી સગીરાને તકલીફ થતાં પરિવારજનો ફરીથી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મેડિકલ ચેકઅપ કરતાં સગીરા 4 મહિનાની ગર્ભવતી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ સગીરાને ICU વોર્ડમાં શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.
સગીરાની પૂછપરછમાં સામે આવ્યું કે, આજથી આઠેક મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા તે પંકજકુમાર બચ્ચનલાલ સરોજના સંપર્કમાં આવી હતી. જે બાદ સગીરા અને પંકજકુમાર બન્ને ઈન્સ્ટાગ્રામ અને ફોન પર વાતચીત કરતા હતા. પંકજકુમારના કહેવા પર સગીરા તેને મળવા પણ જતી હતી.
પંકત ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને સગીરાને સાંજના સમયે ખાડીવાળા રસ્તે મળવા બોલાવતો હતો. જ્યાં તે અવારનવાર શરીર સબંધ બાંધતયો હતો. હાલ તો આ સમગ્ર મામલે પૂણા પોલીસે પંકજકુમાર સરોજ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
