Surat News:ઝારખંડમાં જે મહિલાની હત્યાની ફરિયાદ નોંધાઈ તે સુરતમાંથી જીવતી મળી

Surat News: ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવો એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે, ઝારખંડમાં રહેતી એક મહિલાની હત્યા કરી લાશ છુપાવી દેવાની એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 11:47 PM (IST)Updated: Wed, 16 Sep 2026 11:47 PM (IST)
surat-news-surat-news-the-woman-whose-murder-was-reported-in-jharkhand-has-been-found-alive-in-surat

Surat News: ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવો એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે, ઝારખંડમાં રહેતી એક મહિલાની હત્યા કરી લાશ છુપાવી દેવાની એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે મહિલા સુરતમાંથી જીવતી મળી છે. આ મહિલાની હત્યા થઇ ન હતી પરંતુ તે સુરત આવી ગયી હોવાનું સામે આવ્યું હતું

મળતી માહિતી મુજબ ઝારખંડ રાજયના રાંચી જીલ્લાના ખેલારી પોલીસ મથકમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીના પિતાએ તેમની દીકરીના પતિ અને સાસરિયા પક્ષના લોકો સામે તેની દીકરી વીણીની હત્યા બાદ લાશ છુપાવી દેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઝારખંડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝારખંડ પોલીસની તપાસમાં મહિલા સુરત હોવાની માહિતી સામે આવી હતી અને સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું જે બાદ સુરતની સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરતા સચિન જીઆઈડીસી પોલીસે તપાસ કરી મહિલાને શીવાંજલિ સોસાયટીમાંથી સલામત રીતે શોધી કાઢી હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલાનો પતિ અને સાસરિયાઓ સાથે અણબનાવ ચાલતો હતો જેના લીધે મહિલા કોઈને પણ જાણ કર્યા વિના ૧૦ દિવસ પહેલા જ સુરત આવી ગયી હતી. સુરત આવીને તેણે એકલી રહીને નવું અને શાંતિપૂર્ણ જીવન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, બીજી તરફ મહિલાને પતિ અને સાસરિયાઓ સાથે અણબનાવ હોય અને મહિલા ગુમ હોય પતિ અને સાસરિયાઓએ હત્યા કરી હોવાની શંકા સાથે મહિલાના પિતાએ ઝારખંડમાં હત્યાની ફરિયાદ આપી હતી.

સચિન GIDC પોલીસે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી ઝારખંડ પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી. ત્યારબાદ, વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે મહિલાનો કબજો સુરત પોલીસે ઝારખંડ પોલીસને સોંપી દીધો છે. આ મામલે હવે વધુ તપાસ ઝારખંડ પોલીસ કરી રહી છે.