Surat News: બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો, પાંડેસરા વિસ્તારમાંથી 8 બોગસ ડોકટરો ઝડપાયા

સુરત એસ.ઓ.જી. પોલીસે ડિગ્રી વગર ડોક્ટર બની ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરોને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 11:59 PM (IST)Updated: Wed, 16 Sep 2026 11:59 PM (IST)
surat-news-proliferation-of-quacks-8-fake-doctors-nabbed-in-the-pandesara-area

Surat News:સુરત શહેરમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ 8 બોગસ તબીબો પોલીસના હાથે ઝડપાયા છે. સુરત એસ.ઓ.જી.પોલીસ અને જિલ્લા આરોગ્યની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા 8 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પોલીસે રેડ દરમ્યાન અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન સીરપ મળી કુલ 98,825 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે

સુરત એસ.ઓ.જી. પોલીસે ડિગ્રી વગર ડોક્ટર બની ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરોને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પાંડેસરા વિસ્તારમાં 9 જગ્યાએ બોગસ તબીબો દ્વારા ક્લિનિક ચલાવતા હોવાની માહિતી સામે આવી હતી જે બાદ પોલીસે 8 જગ્યાએ ડમી પેશન્ટ મોકલીને ખાતરી કરતા હકીકતને સમર્થન મળ્યું હતું. આ તમામ સ્થળોએ પોલીસે એક સાથે રેડ કરવાનું આયોજન કર્યું હતું અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને એસ.ઓ.જી.પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને પાંડેસરા વિસ્તારમાં 8 જગ્યાએ રેડ કરી હતી. પોલીસે તમામ જગ્યાએ રેડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ, ઈન્જેકશન, સીરપ મળી કુલ ૯૮,૮૨૫ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા બોગસ ડોક્ટરો

1) પાર્થ કાલીભદ્ર દેવનાથ (ઉ.40) જે મૂળ પશ્વિમ બંગાળનો વતની છે અને તે પાંડેસરા કૈલાશ ચોકડીની પાસે રણછોડ નગર સોસાયટી પાસે પ્રિન્સ ક્લિનિક ચલાવતો હતો. તે ધો.12 પાસ છે અને છેલ્લા બે વર્ષથી ક્લિનિક ચલાવે છે અને તેના પિતા બી.એચ.એમ.એસ. ડોક્ટર હોવાથી તેને અનુભવ છે

2) સિદ્ધાર્થ કાલીભદ્ર દેવનાથ (ઉ.36) તે પાંડેસરા કૈલાશ ચોકડીની પાસે ઈશ્વર નગર ખાતે એસ.કે.ક્લિનિક ચલાવતો હતો. તે ધો.12 પાસ છે અને છેલ્લા 4 વર્ષથી ક્લિનિક ચલાવે છે અને તેના પિતા બી.એચ.એમ.એસ. ડોક્ટર હોવાથી તેને અનુભવ છે