Surat News: સુરતમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ/રેસ્ટોરન્ટમાં ચેકિંગની કાર્યવાહી યથાવત છે. ગતરોજ તમામ ઝોન મળી કુલ 80 સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને 32 સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 25 નમુના લેવામાં આવ્યા હતા અને 44.5 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના દરેક ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય વિભાગનો સેનીટેશનનો સ્ટાફ તથા ફુડ વિભાગના ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સંયુકત કામગીરી કરી કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપામલિકા વિસ્તારમાં આવેલ દરેક ઝોનમાં ખાધ પદાર્થોની ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટની સધન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં તેઓની પરીસરની સ્વચ્છતા, કિચનનું ઈનફાસ્ટ્રકચર, વાપરવામાં આવતા પાણીની ગુણવત્તા, તેઓ ધ્વારા ખાધ પદાર્થો બનાવવા માટે વપરાતા રો-મટીરીયલની ગુણવત્તા, આ ઉપરાંત કામ કરતા કર્મચારીઓની શારીરીક સ્વચ્છતા અને તેમના ફીટનેશ સર્ટીફીકેટ તેમજ રેસ્ટોરન્ટમાંથી નિકળતા કચરાની અને ગટરના પાણીના નિકાલની વ્યવસ્થાનું સઘન ચેકિંગ કરવામાંઆવ્યું હતું.
આ પણ વાંચો
વધુમાં કિચન પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ બેઠક વ્યવસ્થા વાળી જગ્યા પર જોઈ સકાય તે બાબતની સુચના પણ આ ચેકિંગ દરમ્યાન આપવામાં આવી હતી અને શંકાસ્પદ નમુના લેવાની કામગીરી પણ કરવામાં આવી આવી હતી. ગતરોજ તમામ ઝોન મળી કુલ 80 સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને 32 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 25 નમુના લેવામાં આવ્યા હતા અને 44.5 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો તેમજ 1,09,700 રૂપિયાનો વહીવટી ખર્ચ પણ વસુલવામાં આવ્યો હતો.
