Surat News: સુરતમાં મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકે 77 વર્ષીય દાદા અને તેમના 19 વર્ષીય પૌત્રએ સાથે મળીને મતદાન કરી જાગૃત્ત યુવા તરીકે સૌને પ્રેરણા આપી હતી.
પૌત્ર દાદાને લઈને મતદાન કરવા આવ્યો
મતદાન દિવસની સવારે 77 વર્ષીય દાદાને લઇને 19 વર્ષીય પૌત્રએ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાદા પવનભાઈ પાટનીએ કહ્યું કે, હું મારા દીકરા-વહુ અને પ્રથમવાર મતદાન કરનાર પૌત્ર સાથે સહપરિવાર લોકશાહીના પર્વમાં સહભાગી થવા આવ્યો છું. મને આનંદ છે કે, તમામ ચૂંટણીમાં મારો પરિવાર મત આપવામાં અગ્રેસર રહે છે.
પ્રથમ વખત મતદાન કરવા પરિવારનું પ્રોત્સાહન
આ તકે તેમના પૌત્ર ક્રિશ્ન પાટનીએ કહ્યું કે, મારા પરિવારે મને પ્રથમ વખત મતદાન કરવા ખુબ પ્રોત્સાહન આપ્યું હતું. સમગ્ર પરિવાર સાથે પહેલા મતદાનનો અનુભવ યાદગાર બની રહ્ય હતો. હવે હું આવનારી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરીશ. અન્ય યુવાનો, વડીલો સહિત તમામ મતદાતાઓને પણ અવશ્ય મત આપવા આગ્રહ કરીશ.
