Surat News: સુરતના ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, નિહાળો ખળખળ વહેતા ધોધનો આકાશી નજારો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Aug 2024 03:56 PM (IST)Updated: Fri, 23 Aug 2024 04:04 PM (IST)
surat-news-sky-view-of-devghat-falls-in-umarpada

Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા દેવઘાટ ધોધના મન મોહી લે તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ દેવઘાટ ધોધનો નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવે છે.અને પ્રકૃતિનો આનંદ માણે છે.

સુરત શહેરથી 100 કિ.મી. દુર આવેલા ઉમરપાડા તાલુકાથી 15 કિ.મી.ના અંતરે દિવતણ ગામની સીમમાં આંજણીયા નદી પરથી પડતા દેવઘાટના ધોધને માણવા માટે હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. સાંગ, મહુડા, લીબારા જેવા ગાઢ વૃક્ષોની વચ્ચે જંગલો અને પ્રકૃત્તિના વૈભવને માણવાનો લહાવો લેવા જેવો છે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે.

આસપાસના જંગલ વિસ્તારમાં જાણે સાક્ષાત મા પ્રકૃત્તિનો વાસ થયો હોય એવા નયનરમ્ય કુદરતી દ્રશ્યો માણવા મળે છે. હાલમાં દેવઘાટ ધોધમાં નવા નીરની આવક થતાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.  ધોધ ખાતે આહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે. ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા આ દ્રશ્યો મન મોહી લે તેવા છે. આ દેવઘાટ ધોધનો નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવે છે.અને પ્રકૃતિનો આનંદ માણે છે.