સુરતમાં મહેસુલી કમર્ચારી આજથી અચોક્કસ મુદતની હડતાલ પર, આવકના દાખલા સહિતના કામો અટવાઈ ગયા

સુરતના નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ તલાટી સહિત 500 જેટલા કર્મચારીઓ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહ્યા છે. આ બહિષ્કારને પગલે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામો ખોરવાઈ ગયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 07 Oct 2026 03:07 PM (IST)Updated: Wed, 07 Oct 2026 03:07 PM (IST)
surat-news-revenue-employees-begin-indefinite-strike-income-certificates-delayed

Surat News: સુરત જિલ્લામાં મહેસુલી કમર્ચારી આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. 14 માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવે છે જેનું નિરાકરણ ન આવતા આજથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતા શહેરના જનસેવા કેન્દ્રો પર કામગીરી ખોરવાઈ ગઇ છે, સૌથી ગંભીર સ્થિતિ પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની થઈ છે. આજે પ્રવેશ પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવા છતાં, વિદ્યાર્થીઓના નોન-ક્રિમિલેયર અને આવકના દાખલા સહિતના કામો અટવાઈ ગયા છે.

જનસેવા કેન્દ્રો પર કામગીરી બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને સામાન્ય અરજદારોને હાલાકી પડી રહી છે. સુરતના નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ તલાટી સહિત 500 જેટલા કર્મચારીઓ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહ્યા છે. આ બહિષ્કારને પગલે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામો ખોરવાઈ ગયા છે.

નાયબ મામલતદાર સહદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સરકાર પાસે ઘણા સમયથી પડતર માંગણીઓ છે જે સરકારના અધિકાર ક્ષેત્રમાં છે છતાં આજદિન સુધી તેનું હકારાત્મક નિરાકરણ આવ્યું નથી અને પ્રયાસ પણ થયો નથી જેથી રાજ્ય મહામંડળ અને જિલ્લા મંડળના આદેશ અનુસાર આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, અમારી રજૂઆત છે કે ક્લાર્ક કેડરની અંદરથી નાયબ માલતદારના પ્રમોશન મળ્યા છે.

તેઓને દુરના જિલ્લાની અંદર મુકવામાં આવ્યા છે જેથી તેઓ અને તેમના પરિવાર બંને ડીસ્ટર્બ થયા છે, બાળકોના શિક્ષકથી માંડીને નવી જ જગ્યા પર સેટ થવાની એમને ફરજ પાડવામાં આવી છે બીજી વસ્તુ સીધી ભરતીના નાયબ મામલતદારના સમયે પ્રમોશન થયા નથી, તલાટી વર્ગનો કોઈ જોબ ચાર્ટ નક્કી થયો નથી, આ પ્રકારની અન્ય 14 માંગણીઓ સરકાર સમક્ષ લેખિતમાં આપી હોવા છતાં આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી.

નાયબ મામલતદાર જલ્પાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ગત તારીખ 5 ઓક્ટોબર 2026ના અમે માસ સીએલનો કાર્યક્રમ આપ્યો હતો, અમારા 14 મુદ્દા હતા જે સરકાર સમક્ષ મુક્યા હતા એનું ચોક્કસ નિરાકરણ ન આવતા આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, સરકારને વિનંતી કે આ જે મુદ્દા છે તેનું નિરાકરણ લાવે અને અમારી જે કાઈ માંગણીઓ છે તેનું નિરાકરણ લાવે, મુખ્ય મુદ્દામાં મહેસુલી તલાટીના જોબચાર્ટમાં વિસંગતતા છે, તેમજ જિલ્લા ફેરફેરબદલીથી કર્મચારીઓને દુરના જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

તેઓને પોતાના જિલ્લામાં કે નજીકના જિલ્લામાં મુકે જેથી તેઓ સક્ષમરીતે કાર્ય કરી શકે, આ ઉપરાંત વર્ષ 2012થી સીધી ભરતીના નાયબ મામલતદાર છે તેઓને અત્યાર સુધી પ્રવર્ત યાદી અને પ્રમોશનનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી તેનું પણ નિરાકરણ લાવે આ ઉપરાંત તલાટી અને ક્લાર્કની પ્રવર્ત યાદી તૈયાર કરવાની છે તે પણ તૈયાર કરવામાં આવે. જે ખાતાકીય પરીક્ષા ખુબ ધીમેથી લેવામાં આવે છે તેને જલ્દીથી લઈને પરિણામ પણ જલ્દી જાહેર કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાશે નહી ત્યાં સુધી અમારા મહેસુલી મંડળના આદેશ અનુસાર આ કાર્યક્રમ શરુ રાખીશું.