Surat: હજીરા ONGC નજીક ખાનગી કંપનીની સ્ટાફ બસ ધડાકાભેર ટ્રકમાં ઘુસી ગઈ, 15થી વધુ કર્મચારીઓને ઈજા

સુરતના હજીરા ONGC નજીક ખાનગી કંપનીની સ્ટાફ બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 15થી વધુ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Jul 2026 06:30 PM (IST)Updated: Fri, 10 Jul 2026 06:30 PM (IST)
surat-news-private-company-staff-bus-collied-with-truck-near-ongc-hazira
HIGHLIGHTS
  • બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો



Surat: હજીરા ONGC નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી બસ ધડાકાભેર આગળ ઉભેલી ટ્રકની પાછળ ભટકાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચી છે.

બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી સ્ટાફ બસ હજીરા ONGC નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ બેકાબુ બનેલી બસ આગળ ઉભા રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસની ટક્કરના પગલે અંદર બેઠેલા કર્મચારીઓએ ચીસાચીસ કરી મૂકી હતી.

 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બસમાં સવાર 15થી વધુ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચી છે. બસમાં સવાર કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે પગ વડે બારીના કાચ તોડીને બહારી નીકળ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બીજી તરફ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.