Surat News: હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે સુરતના કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ ભાઈ-બહેનોએ પરંપરાગત પહેરવેશમાં ગરબે ઘૂમી ઘૂમ્યા હતા. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયા પણ હાજર રહ્યા રહ્યા હતા.
મા આદ્યશક્તિના પર્વ નવરાત્રીમાં ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલના મોંઘાટના જમાનામાં ખેલૈયાઓ મોંઘી ફી ચૂકવીને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતા હોય છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામે આહીર સમાજની વાડીમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં સમાજની દીકરીઓને ઘરની બહાર ન જવું પડે અને સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે હેતુસર છેલ્લા 25 થી 30 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના આઠમાં નોરતે આહીર સમાજની એક હજારથી વધુ દીકરીઓ અને ભાઈઓએ પોતાના પરંપરાગત પહેરવેશ અને ઘરેણાં સાથે સજીધજીને એકસાથે ગરબે ઘૂમીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
આજના દેખાડેદારીના યુગમાં પણ કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ ટકાવી રાખવા માટે આ પ્રકારે ઉત્સાહભેર આયોજન કરી રહ્યો છે. આ મહોત્સવમાં સમાજના વડીલો, યુવાનો અને બાળકો સૌ કોઈ ઉત્સાહપૂર્વક સાથે મળીને જગદંબાની આરાધના કરી રહ્યા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયા પણ હાજર રહ્યા રહ્યા હતા.
યુવા આહીર સમાજ પ્રમુખ કલ્પેશ ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 28 વર્ષથી અમે આયોજન કરીએ છીએ,અમારી બેહન દીકરીઓને બહાર ગરબા રમવા જવું ન પડે અને સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે આયોજન કરવામાં આવે છે, અહિયાં કોઈ પાસ સીસ્ટમ રાખવામાં આવતી નથી અને દર વર્ષે આરતીના બોલ બોલાય છે અને તેમાં જે ફાળો આવે છે તે ફાળામાંથી આયોજન કરવામાં આવે છે અને જે ફાળો વધે તે ગાયો માટે વાપરીએ છીએ
