Surat: પાંડેસરામાં ચોળીનો દાણો શ્વાસનળીમાં ફસાઈ જતાં 8 મહિનાના બાળકનું તડપીને મોત, પરિવારમાં કલ્પાંત

માતા પાસે રમતું બાળક રમત-રમતમાં ચોળીનો દાણો ગળી જતાં બાળકનો શ્વાસ રુંધાઈ ગયો હતો. જેથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલ લઈ દોડ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 21 May 2025 04:40 PM (IST)Updated: Wed, 21 May 2025 04:40 PM (IST)
surat-news-pandesara-child-suffocates-to-death-after-chola-seed-gets-stuck-in-throat
HIGHLIGHTS
  • માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

Surat: સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં આઠ મહિનાનો બાળક રમત રમતમાં ચોળીનો દાણો ગળી ગયો હતો. જે તેની શ્વાસનળીમાં અટકી ગયો હતો. જેના કારણે બાળકની તબિયત બગડતા તેને ખાનગી બાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પોલીસ કોલોની પાસે કાલુ ચરણ પાંડે પરિવાર સાથે રહે છે. જેઓ મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની છે અને તેઓ સંચા મશીનમાં કામ કરીને પત્ની, એક પુત્રી તથા એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનો 8 મહિનાનો દીકરો સોમવારે ઘરે સાંજના સમયે માતા પાસે રમતો હતો. આ દરમ્યાન ચોળીનો દાણો રમતા રમતા ગળી ગયો હતો

જે બાદ બાળકને ઘરે શ્વાસ લેવામાં તકલીફ થતા તેને ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો