Surat News: હત્યાના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, સુરતમાં નામ બદલીને રહેતો હતો

ગુલાબ ઉર્ફે ગુડ્ડુએ મનોજ બુધલાલ બરમનને સુરત ખાતે બોલાવીને ગળેટુંપો આપી હત્યા કરી હતી અને પોતાના વતન ભાગી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 16 Apr 2025 12:34 PM (IST)Updated: Wed, 16 Apr 2025 12:34 PM (IST)
surat-news-murder-accused-absconding-for-the-last-16-years-arrested-by-pcb-police

Surat News: સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 16 વર્ષથી નાસ્તો ફરતો હતો દરમ્યાન એસઓજી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસ દ્વારા સચિન પોલીસ મથકમાં વર્ષ 2010માં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શૈલેન્દ્રકુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાઈલેન્ટ સુખલાલ નામદેવને વરાછા અશ્વિની કુમાર ગૌ શાળા પાસેથી ઝડપી પાડ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2010ના જાન્યુઆરી માસમાં પોતે વરાછા ઘનશ્યામ નગર ખાતે રહેતો હતો દરમ્યાન કમલેસદેવી પ્રીતમદાસ બૈરાગીની દીકરી મનોજ બુધલાલ બરમન નામના ઇસમ સાથે ભાગી ગઇ હતી અને પોતે બ્રાહ્મણ સમાજના હોય અને મનોજ બરમન અન્ય જાતિનો હોય જેથી તેઓને મંજુર ના હતું અને ભાગી જનાર છોકરીની માતા કમલેસદેવી પ્રીતમદાસ બૈરાગીએ છોકરીને ભગાવી જનાર મનોજ બુધલાલ બરમનનું હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુને તે કામ સોપ્યું હતું જેથી આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુએ મનોજ બુધલાલ બરમનને સુરત ખાતે બોલાવી અને પકડાયેલા આરોપી તથા તેના મિત્ર આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુએ ભેગા મળીને મનોજ બુધલાલ બરમન નામના ઈસમને ગળેટુંપો બાંધી મોત નીપજાવ્યું હતું. તેના મૃતદેહને સચિન ખરવાસ ગામથી એકલેરા ગામની વચ્ચે આવેલા નહેરની બાજુમાં ખાડામાં નાંખી દીધી હતી. જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો.

આરોપી હત્યા કરીને પોતાના વતન ભાગી ગયો હતો અને ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં આવીને પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું નામ બદલીને સાઇલેન્ટ નામ રાખી રહેઠાણ બદલીને સુરતમાં રહેતો હતો અને દાઢી રાખી દીધી હતી જેથી પોલીસ પકડથી બચી શકાય, જો કે પીસીબી પોલીસે આરોપી બાબતે સચોટ માહિતી મેળવીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.