Surat News: સુરતમાં કેબલ સ્ટેડ બ્રીજ પર સેફટી જાળી લગાડવા સાંસદ મુકેશ દલાલની રજૂઆત

અડાજણ- અઠવાલાઇન્સ ને જોડતા કેબલ સ્ટેટ બ્રીજનું નિર્માણ 2010માં શરુ થયું હતું જેનું લોકાર્પણ વર્ષ 2018માં થયું હતું. કેબલ સ્ટેડ બ્રીજ ઉપર સેફ્ટી જાળી નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 10 Jul 2025 06:32 PM (IST)Updated: Thu, 10 Jul 2025 06:32 PM (IST)
surat-news-mp-mukesh-dalal-proposes-safety-net-for-cable-stayed-bridge

Surat News: સુરત શહેરને બ્રીજ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરત શહેરમાં અડાજણ- અઠવાલાઇન્સ ને જોડતા કેબલ સ્ટેટ બ્રીજનું નિર્માણ 2010માં શરુ થયું હતું. જેનું લોકાર્પણ વર્ષ 2018માં થયું હતું. ત્યારે આ કેબલ સ્ટેડ બ્રીજ પર સેફટી જાળી લગાડવા બાબતે સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા મનપા કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે.

નગરજનોની સલામતી માટે રજૂઆત

સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલએ પત્રમાં જણાવ્યું હતું કે નગર જનોની સલામતી માટે અને લોકો ઉસ્કેટમાં આવી સરળતાથી આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી નહીં ગુમાવી દે તેવા ઉમદા હેતુસર 2009થી શહેરના તમામ રિવર બ્રિજોની ઉપર સેફટી જાળી લગાડવામાં આવી હતી. 2009-10પહેલા સુરતના સરદાર બ્રિજ ઉપરથી અને સવજી કોરાટ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ 80 થી પણ વધુ લોકો આત્મહત્યા કરતા હતા. જેને કારણે ઘણા બધા કુટુંબો એ સહન કરવું પડતું હતું.

સેફ્ટી જાળીથી આત્મહત્યાના પ્રયાસોમાં ઘટાડો

હું તે સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો અને આવા ગંભીર મુદ્દા પર જ તે મારું ધ્યાન જતા રિવર બ્રિજ ઉપરથી કોઈ આત્મહત્યા નહીં કરી શકે અને નગરજનોને સલામતી સચવાઈ રહે તેવા હેતુસર મેં સરદાર બ્રિજ ઉપર સેફટી જાળી બનાવવા માટે તત્કાલીન કમિશનરને રજૂઆત કરી હતી. આ સેફટી જાળી બનતા જ સરદાર બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું. તેથી પ્રેરાઈને વરાછાના સવજી કોરાટ બ્રિજ થી શરૂ કરી શહેરના તમામ રિવર બીજો ઉપર સેફટી જાળી મૂકવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ શહેરમાં તમામ રિવર બ્રિજો ઉપર સેફ્ટી જાળી મુકાઈ ગઈ હતી જેથી નગરજનોની અમૂલ્ય જિંદગી બચાવવામાં સફળતા મળી હતી.

કેબલ સ્ટેડ બ્રીજ ઉપર સેફ્ટી જાળી નથી

પરંતુ ત્યાર બાદ અડાજણ- અઠવાલાઇન્સ ને જોડતા કેબલ સ્ટેટ બ્રીજનું નિર્માણ 2010માં શરુ થયું હતું જેનું લોકાર્પણ વર્ષ 2018માં થયું હતું. પરંતુ કોઈ અગમ્ય કારણોસર કેબલ સ્ટેટ બ્રીજ ઉપર સેફટી જાળી લગાડવામાં ચૂક થઈ ગઈ છે. આજના રોજ કેબલ સ્ટેડ બ્રીજ ઉપર સેફ્ટી જાળી નથી. આથી નગરજનોની જિંદગી ની સલામતી માટે કોઈ નદી પરથી કૂદીને સરળતાથી આત્મહત્યા નહીં કરી શકે તેવા માનવીય હેતુસર કેબલ સ્ટેડ બ્રિજનો સ્ટ્રકચલરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રીવર બ્રિજોની જેમ કે કેબલ બ્રિજ ઉપર પણ સેફટી જાળી બનાવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે તેવી મારી રજૂઆત છે.