Surat: ભાગળમાં જર્જરિત મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટીને નીચે દુકાન પર પડ્યો, કાટમાળ હેઠળ દટાયેલા વૃદ્ધ દુકાનદારનું મોત

આજે ભરતભાઈ દુકાનમાં હાજર હતા, ત્યારે અચાનક ઉપરથી મકાનનો મોટો સ્લેબ ધરાશાયી થઈને નીચે દુકાન પર પડ્યો હતો. આ સમયે મોટો અવાજ આવતા સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Jul 2026 05:13 PM (IST)Updated: Tue, 28 Jul 2026 05:13 PM (IST)
surat-news-medical-shop-keeper-died-due-to-building-slab-collapse-in-bhagal

Surat: સુરતમાં ભાગળ ચાર રસ્તા પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થઈને નીચે મેડિકલની દુકાન પર પડ્યો હતો. જેમાં મેડિકલ ચલાવતા 72 વર્ષીય વૃદ્ધ કાટમાળમાં દબાઈ ગયા હતા. જેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે.

વૃદ્ધ દુકાનમાં હાજર હતા ત્યારે જ ઉપરથી કાટમાળ પડ્યો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાગળ ચાર રસ્તા નજીક ઝાપડિયા શૉ રૂમની સામે ગ્રાઉન્ડ પ્લસ એક માળનું જૂનું મકાન આવેલું છે. આ મકાનની નીચે ભરતભાઈ દવાવાલા (72) મેડિકલની દુકાન ચલાવતા હતા.

આજે ભરતભાઈ દુકાનમાં હાજર હતા, ત્યારે અચાનક ઉપરથી મકાનનો મોટો સ્લેબ ધરાશાયી થઈને નીચે દુકાન પર પડ્યો હતો. આ સમયે મોટો અવાજ આવતા સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે મકાનના કાટમાળ હેઠળ ભરતભાઈ દટાઈ ગયા હતા.

બીજી તરફ આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હેઠલ દબાયેલા વૃદ્ધને બહાર કાઢીને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નીપજ્યું છે.

સુરતમાં અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકો તાપી નદીમાં ડૂબ્યા

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરીયાગામ સ્થિત પટેલ ફળિયુંમાં રહેતો ઘનશ્યામ નરેશભાઈ પટેલ (21) તેના મિત્ર રવીન્દ્રભાઈ દીપકભાઈ પટેલ અને હિતેશ દિનેશભાઈ પટેલની સાથે ઓલણ નદીના સામેના કિનારે બળતણના લાકડા લેવા માટે ગયો હતો અને પરત કિનારે આવતા હતા ત્યારે ઘનશ્યામ નરેશભાઈ પટેલ અચાનક નદીના પાણીમાં ડૂબી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નદીમાં યુવક ડૂબ્યો હોવાના કોલ મળતાં બારડોલી ફાયર ફાઇટર્સની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રહી હોવા છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

અન્ય એક બનાવમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢગામ ખાડી પુલી ફળીયુ ખાતે રહેતા 42 વર્ષીય મુકેશભાઈ ગવજીભાઈ ચૌધરી કહેતી તથા મજૂરી કામ કરતા હતા. તેઓ ગત 26 જુલાઈના રોજ સાંજના છએક વાગ્યે પોતાના ઘરના વાડામાં ચારો કાપીને પોતાના ઘરની નજીક નદી હોવાથી હાથ પગ ધોવા માટે ગયા હતા.

આ દરમ્યાન દેવગઢ ગામની સીમમાં આવેલ ખાડીખુલી ફળીયામાંથી પસાર થતી વીરાનદીના કિનારે તેમનો પગ લપસી જતા તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને તેમની લાશ મળી આવી હતી. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

Surat, Surat News, Slab Collapses, Bhagal slab collapse, Surat building collapse, Old building collapse, Surat Fire Brigade