સુરતના લિંબાયતમાં અજાણ્યા ઈસમનું કારસ્તાન CCTVમાં કેદ, ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાં કાપડનું પોટલું મૂકીને આગ ચાંપી દીધી

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક અજાણ્યા ઈસમે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેમાં રિક્ષા ચાલકને રોજીરોટીનું મોટું નુકસાન થયું છે અને તેણે પોલીસ ફરિયાદ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 05:23 PM (IST)Updated: Sun, 30 Aug 2026 05:23 PM (IST)
surat-news-man-sets-parked-auto-rickshaw-on-fire-in-limbayat-incident-captured-on-cctv

Surat News: શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાતે ઘરની નજીક પાર્ક કરેલી રિક્ષામાં અજાણ્યા ઈસમે આંગ ચાંપી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રોજીરોટીનું એકમાત્ર સાધન છીનવાઈ જતા રિક્ષા ચાલકનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.


આ સમગ્ર ઘટના સુરતના લિંબાયત વિસ્તારના ગાંધી ચોક સ્થિત કુબા મસ્જિદની પાસેનો છે. CCTVમાં જોઈ શકાય છે કે, રાતે પોણા 4 વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઈસમ માથા પર કપડાનું વજનદાર પોટલું લઈને પસાર થતો દેખાય છે. આ ઈસમ ત્યાં ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષામાં પોટલું મૂકે છે અને થોડીવારમાં તેમાં આગ ચાંપીને ફરાર થઈ જાય છે. જોત-જોતામાં આખી રિક્ષા ભડભડ સળગી ઉઠે છે.

Porbandar: વિસાવાડામાં કુખ્યાત શખ્સોએ ક્રૂરતાની હદ વટાવી, શરણાઈ સાંભળવા પ્રૌઢના ગળામાં દોરડું બાંધી પરાણે શરણાઈ વગાડાવી

આગને પગલે રિક્ષામાં ભારે નુકસાન થતાં રિક્ષા ચાલકે લિંબાયત પોલીસ મથકમાં અરજી આપી છે. આ સાથે જ રિક્ષાના માલિક ઝુબૈર પટેલે જણાવ્યું કે, મારે કોઈની સાથે કોઈ ઝઘડો કે અદાવત નથી. આ રિક્ષાથી મારી રોજીરોટી ચાલે છે અને આગના કારણે મને મોટું નુકસાન થયું છે.

હું પોલીસ ઈન્સ્પેક્ટરને વિનંતી કરું છું કે, મારી રિક્ષાને આગને હવાલે કરનાર વ્યક્તિને વહેલી તકે પકડવામાં આવે. જેથી તે કોઈ બીજા વ્યક્તિને આવું નુકસાન ના પહોંચાડે. હાલ તો મને પોલીસ તરફથી વહેલીતકે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.