Surat: સુરત જિલ્લાના મહુલા તાલુકામાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વિધર્મીએ હિન્દુ નામ ધારણ કરીને એક યુવતીને સગીર હતી ત્યારે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી યુવકે દવા લાવી યુવતીને ગર્ભપાત કરાવ્યો હતો. આટલું જ નહીં, મૌલવી પાસે જઈ નિકાહ પણ કરાવી લીધા હતા. આ મામલે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
આ અંગે મહુવા પોલીસ મથકમાં પીડિત યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી નવેક વર્ષ પૂર્વે 2016માં વિધર્મી આરોપી એ જેનિશ તરીકે ખોટું હિન્દુ નામ ધારણ કરીને પોતાને પ્રેમજાળમાં ફસાવી હતી.
જેનીશ પોતાની સાથે લગ્ન કરવાનું વચન આપીને વારંવાર શરીરસબંધ બાંધ્યા હતા. જેના પરિણામે યુવતી ગર્ભવતી થઈ જતાં આરોપીએ બહારથી દવા લાવી આપી ગર્ભપાત કરાવ્યો હતો. જેનીશ અને એક મૌલવી ફરિયાદીને પોતાની કારામં લઈ જઈ નિકાહ કરાવ્યા હતા અને પીડિતાને ફૈઝા નામ ધારણ કરાવ્યું હતુ.
આ મામલે સુરત ગ્રામ્ય DySp એચ.એલ. રાઠોડના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી યુવતી 2016માં સગીર વયની હતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, ત્યારે આરોપીએ જેનીશ નામ ધારણ કરીને તેને પ્રેમજાળમાં ફસાવીને મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. ગત 7 નવેમ્બરના રોજ પણ પીડિતા અને આરોપી મળ્યા, ત્યારે પણ તેણે સબંધ બાંધ્યો હતો.
આ દરમિયાન ફરિયાદીને ખબર પડીને આરોપી જેનીશનું સાચું નામ બીજુ છે અને તેનો ધર્મ પણ અલગ છે. જો કે પીડિતાને ગર્ભ રહી જતાં આરોપીએ દવા લાવીને ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ આરોપીએ પીડિતાને કારમાં મૌલવી પાસે લઈ જઈ નિકાહ કરાવી લીધા હતા અને તેને ફૈઝા નામ ધારણ કરાવ્યું હતુ. આ બાબતે યુવતીના ઘરે ખબર પડી જતાં આ મામલે ફરિયાદના આધારે BNSની અલગ-અલગ કલમો અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે દાઢીવાળા મૌલવીની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને મોકલવામાં આવી છે.
