Surat: તરકાણી ગામમાં દીપડાની દહેશત, શિકારની શોધમાં પેટ્રોલ પંપ પર આવી પહોંચ્યો; ઘટના CCTVમાં કેદ

મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર રાતના સાડા 3 વાગ્યાના અરસામાં દીપડો દેખાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Jul 2025 07:19 PM (IST)Updated: Sat, 26 Jul 2025 07:54 PM (IST)
surat-news-leopard-caught-in-cctv-at-petrol-pump-of-tarkani-village
HIGHLIGHTS
  • શિકાર ના મળતાં સ્ટેટ હાઈવે પર દીપડો પલાયન

Surat: સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરકાણી ગામે અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો દેખાયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સુરત જિલ્લામાં અવારનવાર દીપડા દેખાતા હોવાના અહેવાલ સામે આવતા હોય છે, એવામાં વધુ એક વખત સુરત જિલ્લામાં દીપડો દેખાયો હતો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરકાણી ગામે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર રાત્રીના 3.30 વાગ્યાની આસપાસના સમયે દીપડો દેખાયો હતો.

પેટ્રોલ પંપ પર રાત્રીના સમયે કોઈ વ્યક્તિ નજરે ન પડતા તે શિકારની શોધમાં સ્ટેટ હાઈવે તરફ પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલપંપના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, રાત્રીના સમયે દીપડો પેટ્રોલ પંપ પર આવે છે અને ત્યારબાદ ત્યાંથી પલાયન થઇ જાય છે.