Surat: સુરત જિલ્લામાં માંડવી તાલુકાના બોધાન ગામની હદમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ કરે તે પહેલા પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો સહિત 36.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ 4 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં બોધાન ગામની સીમમાં ભવ્ય ફાર્મની પાછળ ખેતરાડીમાં વિદેશી દારૂનો જ્થ્થી ઉતારેલો છે અને તે દારૂનો જથ્થો કાર ચાલક અને તેની સાથે આવેલા અન્ય ઈસમો કારમાં તેમજ બીજી ગાડીઓમાં સગેવગે કરતા હોવાની બાતમી મળતા સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. જ્યાં ત્રણ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત 4 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે 15.10 લાખનો વિદેશી દારૂનો જથ્થો, 3 ફોરવ્હીલ કાર, 4 મોબાઈલ ફોન અને પકડાયેલા આરોપીની અંગજડતીમાંથી મળેલા રોકડા રૂપિયા 6800 મળી કુલ 36,72,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે કાર ચાલક વિશાલભાઈ મુકેશભાઈ મકવાણા, ક્લીનર સાજનભાઈ સતીશભાઈ પરમાર, જેનીશ કુમાર નીતિનભાઈ ચૌધરી, સુનીલ કુમાર કમલેશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા જયારે માલ માંગવનાર અતુલભાઈ દિલીપભાઈ પરમાર, તેમજ કાર નો ચાલક મનોજ ગામીત, યોગેશ ઉર્ફે રાજા સુરેશભાઈ પરમાર, તેમજ સ્થળ પરથી નાસી જનાર બલી રાઠોડ, અને દેવ રાઠોડ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા
વાંસદાના ઉનાઈ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરી
વાંસદા તાલુકાના પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી રાત્રિના સમયે દાનપેટીની ચોરી થવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે મોઢે કપડું બાંધીને આવેલા બે તસ્કરો દાનપેટી ચોરી કરી ગયા હતા, બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ તપાસ દરમ્યાન મંદિરના પાછળના ભાગેથી તૂટેલી દાન પેટી મળી આવી હતી
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. આશ્ચર્યજનક રીતે, મંદિર પરિસર પાસે પોલીસ ચોકી આવેલી હોવા છતાં ચોરો મંદિરમાં ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
